- નવસારીમાં હાર્ટ એટેકથી 31 વર્ષીય યુવકનું મોત
- ગરબા રમીને આવ્યા બાદ છાતીમાં દુખાવો ઉપડ્યો
- 31 વર્ષીય મૃણાલ શુક્લનું હાર્ટ એટેકથી મોત
નવસારીમાં હાર્ટ એટેકથી 31 વર્ષીય યુવકનું મોત થયુ છે. જેમાં ગરબા રમીને આવ્યા બાદ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તેમાં 31 વર્ષીય મૃણાલ શુક્લનું હાર્ટ એટેકથી મોત થયુ છે. પરિવારને જાણ થતાં તાત્કાલિક 108 બોલાવી સારવાર અર્થે ખસેડવા જતાં મોત થયું છે.
પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી
ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 31 વર્ષીય મૃણાલ શુક્લ નવરાત્રીમાં ગરબા રમીને આવ્યા બાદ અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. હાર્ટ એટેકના ઘણા કારણો હોઈ શકે છે. એવું પણ માનવામાં આવે છે કે હાર્ટ એટેકનું કારણ તણાવ છે. આ તણાવમાંથી છુટકારો મેળવવા માટે આજના યુવાનો મોટાભાગે ધુમ્રપાન, ઊંઘની ગોળીઓ કે દારૂ જેવા વ્યસનોનો શિકાર બની રહ્યા છે. જે હૃદય સંબંધિત રોગોને વધુ પ્રોત્સાહન આપે છે.
ભારતમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. હાર્ટ એટેકના લક્ષણો પહેલા ચોક્કસ વયના લોકોમાં જોવા મળતા હતા, પરંતુ ધીરે ધીરે આ રોગ સામાન્ય બની રહ્યો છે અને નાની ઉંમરના લોકો એટલે કે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. હાર્ટ એટેકના ઘણા કારણો હોઈ શકે છે. એવું પણ માનવામાં આવે છે કે હાર્ટ એટેકનું કારણ તણાવ છે. આ તણાવમાંથી છુટકારો મેળવવા માટે આજના યુવાનો મોટાભાગે ધુમ્રપાન, ઊંઘની ગોળીઓ કે દારૂ જેવા વ્યસનોનો શિકાર બની રહ્યા છે. જે હૃદય સંબંધિત રોગોને વધુ પ્રોત્સાહન આપે છે.