- સંજય મકવાણા નામના યુવાનની છરીના ઘા મારી હત્યા
- યુવાનના મોતથી ચાર બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી
- દેવો ઉર્ફે લીંડી ચૌહાણે રૂ.500 માટે હત્યા કરી છે
જુનાગઢના રામપરા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી બાબતે યુવાનને પાડોસમાં રહેતા યુવાને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો છે. જેમાં આરોપીની પોલીસે ધરપકડ કરી છે. બે દિવસ પહેલા મોડી રાત્રે રામદેવ પરા વિસ્તારમાં રહેતા 29 વર્ષના સંજય મકવાણા નામના યુવાનની છરીના ઘા મારી હત્યા થઈ હતી.
સંજય મકવાણાનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ
આ ઘટનાથી ચકચાર મચી હતી. પાડોશમાં રહેતા દેવો ઉર્ફે લીંડી ચૌહાણ નામના શખ્સ સાથે રૂપિયા 500ની લેવડ દેવડમાં માથાકૂટ થઈ હતી. જેમાં ઉશ્કેરાઈને દેવો ઉર્ફે લીંડી ચૌહાણ પોતાની પાસે રહેલી છરી વડે સંજય મકવાણા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સંજય મકવાણાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતુ.
500 રૂપિયા આપવાની ના પાડતા યુવાનની હત્યા
રામપરા વિસ્તારમાં જ રહેતા દેવો ઉર્ફે લીંડી ચૌહાણ નામના શખ્સ સાથે સાંજના સમયે રૂ.500ને લઈને માથાકૂટ થઇ હતી. બન્ને વચ્ચે પૈસાની લેતી બાબતે માથાકુટ થતા ઉશ્કેરાયેલા આરોપી દેવા ચૌહાણે છરીના આડેધડ ઘા સંજય મકવાણાને મારવા લાગ્યો હતો. અને ઈજાગ્રસ્ત સંજય ત્યાં ઢળી પડ્યો હતો. આ ઘટનાની જાણ સંજયના પરિવારને થતા ત્યાં આવી પહોંચ્યા હતા અને લોહી લુહાણ હાલતમાં સંજય મકવાણાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અને દેવો ઉર્ફે લીંડી ચૌહાણ ફરાર હતો તેની ધરપકડ કરવામાં આવી છે.માત્ર 500 રૂપિયા આપવાની ના પાડતા યુવાનના મોતથી ચાર બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે તો પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે.


