- આંકલાવ ફોરેસ્ટ વિભાગે કાર્યવાહી હાથ ધરી
- ટ્રેક્ટર માલિક સહિત પાંચ શખ્સો સામે કાર્યવાહી
- વેપારી પાસે દંડ વસૂલી સાગના 16નંગ ઝાડ જપ્ત કર્યા
આંકલાવ શહેરના રણપીપળી સીમ વિસ્તારમાં રાત્રિ દરમિયાન અનામત ઝાડ સાગનું કોઈપણ જાતની પરમીશન કે મંજૂરી લીધા વગર સાગના ઝાડનું કટીંગ કરતા શખ્સો સામે આંકલાવ ફોરેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ખેડૂત અને વેપારી પાસે દંડ વસૂલી સાગના 1 6 નંગ ઝાડ જપ્ત કરી ટ્રેક્ટર માલિક સહિત પાંચ શખ્સો સામે કાર્યવાહી હાથ ધરતા ગેરકાયદેસર રીતે ઝાડનું નિકંદન કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.આંકલાવ ફોરેસ્ટ વિભાગના રેન્જ ફોરેસ્ટ અધિકારીને માહિતી મળી હતી કે આંકલાવ રણપીપળી સીમ વિસ્તારમાં રાત્રિ દરમિયાન કેટલાક ઈસમો દ્વારા અનામત ઝાડ સાગનું બિનઅધિકૃત રીતે કટીંગ કરી રહ્યા છે. જે બાતમીના અધારે ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા છાપો મારી ગેરકાયદેસર રીતે સાગના ઝાડનું નિકંદન કરતા શખ્સોમાં નાસભાગ મચી જવા પામી હતી. જેમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા બિનઅધિકૃત રીતે કટીંગ કરેલા 16 નંગ સાગના ઝાડ ટ્રેક્ટર સાથે જપ્ત કર્યા છે. જેમાં વેપારી ગોરધનભાઈ મણીભાઈ તળપદા, ટ્રેક્ટર જયંતી નારાયણ તળપદા અને ખેડૂત રાજેન્દ્ર ભગવાનસિંહ પરમાર સામે રૂ. 4 0 ,0 0 0 થી વધુનો દંડ વસૂલી પાંચ શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે.


