- ફૂટપાથ પર સૂતેલા યુવકની હત્યાનો મામલો
- ક્રાઈમબ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરાઈ
- અગાઉ 2 આરોપીની વરાછા પોલીસે કરી હતી ધરપકડ
સુરતમાં એક ફૂટપાથ પર સૂતેલા વ્યક્તિની હત્યાનો આરોપી આખરે ઝડપાઈ ગયો છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે આ સમગ્ર ઘટનાના દૃશ્યો સીસીટીવી કેમેરામાં અંકિત થઈ ગયા હતા.
સુરત હાલમાં ગુજરાતનું ક્રાઈમ એપિસેન્ટર સીટી બની રહ્યું હોય તેમ દિન-પ્રતિદિન ક્રાઈમની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. વિવિધ પ્રકારની ક્રાઈમની ઘટનાઓના ન્યુઝ છાશવારે પ્રસાર માધ્યમોમાં ઝીલાય છે. દુષ્કર્મ, હત્યા, ચોરી, લૂંટફાટ જેવી ઘટનાઓ તો જાણે કે સામાન્ય જનજીવનનો જ એકભાગ બની ગઈ છે તેવું જણાઈ રહ્યું છે. ત્યારે વધુ એક ક્રાઈમની ઘટનાની જાણકારી સુરતથી સામે આવી છે.
આ વખતે ફૂટપાથ પર સૂતેલા એક વ્યક્તિની હત્યા થઈ હોવાની જાણકારી છે. જે થોડા દિવસો પહેલા થઈ હતી. આ સમગ્ર ઘટના લૂંટના ઈરાદેથી પાર પાડવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં ક્રાઈમબ્રાન્ચે એક આરોપી જેનું નામ સુનિલ ઉર્ફે સોનુ સૈની છે તેની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટનાના દૃશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા.
મહત્વનું છે કે આ ઘટનામાં મૃતક સુનિલ નામનો એક યુવક ફૂટપાથ પર સૂતેલો હતો ત્યારે તેની પાસેથી 1000 રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી. આ ઘટનામાં ગણપત પ્રધાન અને સુરેશકુમાર શિવમૂરત સરોજ નામના 2 આરોપી અન એક ત્રીજો આરોપી સોનુ સુરજિત સિંહની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેયે સુનિલ પર હુમલો કર્યો હતો. જેના પછી 3 હુમલાખોરો અને 1 મૃતક વચ્ચે જોરદાર ઝપાઝપી થઈ હતી. જેમાં સુનિલના માથા પર પથ્થર વડે હુમલો કરાયો હતો.
આ ઉપરાંત યુવકના માથામાં તવો પણ મારવામાં આવ્યો હતો. આ પછી યુવક બેભાન થઈ ગયો હતો. આ યુવકનું પાછળથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં ઝડપાઈ ગઈ હતી. આ કેસમાં વરાછા પોલીસે પહેલા બે આરોપી સાધુ ગણપત પ્રધાન અને સુરેશકુમાર શિવમુરત સરોજની ધરપકડ કરી હતી. જેમાં ત્રીજો આરોપી ઝડપાયો નહોતો. જો કે આજે ક્રાઈમબ્રાન્ચે ત્રીજા આરોપી સુનિલ ઉર્ફે સોનુ સુરજીતસિંહ સૈનીની ધરપકડ કરી છે.