ગુજરાતીઓની પ્રિય વાનગી છે અડદિયા પાક. ઠંડીમાં શરીર વધુ સુસ્તી અનુભવે છે. આજે પણ અનેક ઘરોમાં શિયાળો શરૂ થતાં જ રોગપ્રતિકારક શક્તિ વધારવા અડદિયાનો પાક ખવાય છે. શિયાળામાં અડદિયા પાકનું સેવન શરીરને આખા વર્ષ માટેની તાકાત પૂરી પાડે છે. આ પાકમાં તેજ મસાલા અને ડ્રાયફ્રૂટનો ઉપયોગ થયો હોવાથી સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. આજના સમયમાં જયાં દુર્લભ બીમારીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે હેલ્થ એક્સપર્ટ પણ લોકોને અડદિયા ખાવાની સલાહ આપવા લાગ્યા છે.
શિયાળામાં ખાવો અડદની વિવિધ વાનગી
શિયાળામાં શરદી, ઉધરસ અને સાંધાની સમસ્યા વધે છે. ઠંડીની ઋતુ એવી શિયાળામાં લોકોમાં સુસ્તપણું અને થાક વધુ લાગે છે. એટલે શરીરમાં ઉર્જાનો સંચાર કરવા અડદિયા પાક ખાવામાં આવે છે. ઠંડીથી રક્ષણ મેળવવા લોકો સવારે અડદિયો પાક ખાય છે. શિયાળામાં શરીરને ગરમી મળે અને ઇમ્યુનિટિ વધે માટે અડદિયા પાક ઉપરાંત તમે અડદની દાળ, સૂપ, વડાં જેવા વાનગીને દૈનિક આહારમાં સામેલ કરી શકો છો.
અડદિયો પાક આર્યુવેદિક ઔષધિ
આયુર્વેદમાં અડદને ગરમ પ્રકૃતિનું કઠોળ ગણવામાં આવે છે. તેમાં સારા પ્રમાણમાં પોષકતત્વો હોવાથી અડદની દાળ વડે આયુર્વેદિક દવાઓ પણ બનાવવામાં આવે છે. પ્રોટીનનો સારો સ્ત્રોત છે અડદિયાનો પાક. અડદિયામાં મોટાભાગે સફેદ અડદની દાળ વપરાય છે. જયારે અડદિયા પાકમાં અડદનો લોટ, ખાંડ, દેશી ઘી, ગુંદ, દૂધ, કાજુ, બદામ, પિસ્તા, કીસમીસ, એલચી, લવિંગ, તજ, સૂંઠ જેવા મસાલાનો ઉપયોગ થાય છે. અડદિયાના પાકનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
અડદિયો પાક ખાવાના જાણો ફાયદા
શિયાળામાં અડદિયો પાક ખાવાથી ઇમ્યુનિટીમાં જબરજસ્ત વધારો થાય છે. દુબળા પતળા લોકો સવારે તેનું સેવન કરવાથી વજન વધશે. શિયાળામાં સાંધામાં દુખાવાની સમસ્યા વધે છે. આ લોકોએ ખાલી પેટે અડદિયા પાકનું સેવન કરવું. ત્વચામાં શુષ્કતાપણું, તેમજ વારંવાર શરદી અને ઉધરસ રહેતા હોય તો સવારના ભોજન પહેલા અડદિયો પાક ખાવાથી સમસ્યામાં રાહત મળશે. અડદની દાળમાં કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન બી, આયર્ન, ફોલિક એસિડ અને કેલ્શિયમ જેવા ભરપૂર પ્રમાણમાં પોષકતત્વો રહેલા છે. એટલે જ શિયાળામાં અડદિયો પાક ગુજરાતીઓનો સવારનો નાસ્તો બન્યો છે.
આ પણ વાંચો : Lifestyle: માત્ર 20 મિનિટમાં જ દૂર થઇ જશે ટેનિંગ, આ રીતે બનાવે બેસનનો ફેસ પેક..
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


