અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બર્બટાણા ગામે ગેરકાયદેસર ખનીજ ચોરી થઇ રહી છે જેને અટકાવવા એડવોકેટ કે.બી. કામળીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી હતી.
રજૂઆતમાં જણાવ્યું હતું કે રાજુલા તાલુકાના બર્બટાણા ગામની સરકારી પડતર જમીન સર્વે નંબર ૧૯૩/૧પૈકી ૧ જમીનમાં નાવડીયા વિમલએ ખોટી રજૂઆત કરી ખોટી સાઇડ બતાવી સાદી માટી ૧૦,૦૦૦/ મેટ્રિક ટન ૦.૬૪.૮૮ હે. આરે. ચો.મી કરેલ અને ખાણ ખનીજ અધિકારીઓ સાથે મિલાપી થઇ હતી. અને આ કોન્ટ્રાક્ટર સાથે ભાગીદારી કરી જે માટી રાજુલામા બનતા નેશનલ હાઇવેમાં નાખવાની પરમીટ હોવા છતા બર્બટાણા રેલ્વે સ્ટેશનમા ૪૦,૦૦૦ મેટ્રિક ટન માટી રેલવેના કામમાં નાખેલ છે જે વિસ્તારમાં પરમીટ આપેલ હોવા છતાંપણ વધુ વિસ્તારમાં ખોદકામ કરી મોટા પાયે માટી ચોરી કરેલ હોય છે.
બર્બટાણા ગામના જાગૃત એડવોકેટ કે.બી. કામળીયા દ્વારા ખાણખનીજ અધિકારી કલેક્ટર વિગેરેને ફરીયાદ કરેલ છે. પરંતુ ખાણખનીજ અધિકારી પણ આમા સંડોવાયેલ હોય જેથી કોઈ ફરિયાદ કરવામાં નહીં આવતા એડવોકેટ કે.બી. કામળીયાએ મુખ્યમંત્રીશ્રીને પત્ર મારફતે રજૂઆત કરવામા આવી હતી. અને જો કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવે તો હાઈકોર્ટેના દ્વાર ખખડાવવાની ચીમકી આપવામા આવી છે.




