- આજે નેધરલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ
- લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ
- વનડેમાં આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 9 મેચ રમાઈ
આજે ODI વર્લ્ડકપ 2023માં નેધરલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ લખનૌના એકાના સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યે રમાશે. આ બંને ટીમો પહેલીવાર વર્લ્ડકપમાં એકબીજાની સામે થવાની છે. જ્યારે અફઘાનિસ્તાને ટૂર્નામેન્ટમાં 6માંથી ત્રણ મેચ જીતી છે, જ્યારે નેધરલેન્ડે 6માંથી 2 મેચ જીતી છે.
આજની મેચ અફઘાનિસ્તાન માટે ખૂબ જ ખાસ બની રહી છે કારણ કે અફઘાનિસ્તાન માટે હજુ પણ સેમિફાઈનલમાં પહોંચવાની તક છે, જો ટીમ આજે જીતશે તો તે સેમીફાઈનલ તરફ મજબૂત પગલું ભરશે. બીજી તરફ નેધરલેન્ડ પણ સેમીફાઈનલની રેસમાં છે પરંતુ તેની પાસે એટલી તકો નથી કારણ કે નેધરલેન્ડ માત્ર 2 મેચ જીતી શક્યું છે. આવી સ્થિતિમાં હવે નેધરલેન્ડની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય કરવાનો પ્રયાસ કરશે.
બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડ
ODI ક્રિકેટમાં આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 9 મેચ રમાઈ છે. જેમાં અફઘાનિસ્તાને 7 મેચ અને નેધરલેન્ડે 2 મેચ જીતી છે. બંને ટીમો વચ્ચે છેલ્લી ODI મેચ જાન્યુઆરી 2022માં રમાઈ હતી. આ સિવાય આ બંને ટીમો વર્લ્ડકપમાં પહેલીવાર આમને સામને થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, બંને ટીમો વર્લ્ડકપમાં એકબીજા સામે જીત સાથે શાનદાર શરૂઆત કરવા માંગશે.
બંને ટીમના ટોચના ખેલાડીઓ
હશમતુલ્લાહ શાહિદી અને ગુરબાઝ અફઘાનિસ્તાન તરફથી બેટિંગમાં શાનદાર ફોર્મમાં છે અને ટીમ માટે સતત રન પણ બનાવી રહ્યા છે. હશમતુલ્લાહ શાહિદી વર્લ્ડકપ 2023માં અફઘાનિસ્તાન માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ છે. આ સિવાય રાશિદ ખાન શાનદાર બોલિંગ કરી રહ્યો છે. આ વર્લ્ડકપમાં રાશિદના નામે અત્યાર સુધી 7 વિકેટ છે.
જો આપણે નેધરલેન્ડના ખેલાડીઓની વાત કરીએ તો ટીમના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સ શાનદાર બેટિંગ કરી રહ્યા છે અને તેણે આ વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં 204 રન બનાવ્યા છે જેમાં બે ફિફ્ટી સામેલ છે. બોલિંગમાં, બાસ ડી લીડે સારા ફોર્મમાં છે અને તે પહેલાથી જ 11 વિકેટ પોતાના નામે કરી ચૂક્યો છે.