- વહેલી સવાર થીજ અસહ્ય બફારો લોકો અનુભવી રહ્યા હતા
- શહેર અને જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા છે
- ઓલપાડ તાલુકાના વિસ્તારમાં ઝરમર વરસાદ શરૂ
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે મુજબ કેટલાંક ભાગોમાં વરસાદી ઝાપટા શરૂ થયા છે. દક્ષિણ ગુજરાતમાં સુરત શહેર અને જિલ્લામાં આજે વરસાદી માહોલ જામ્યો છે. જેમાં સુરત જિલ્લાના કીમ, કદોડરા, ઓલપાડ સહિતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.
વરસાદની લગભગ રાજ્યમાં વિદાય થઈ ગઈ છે. ત્યારે રાજ્યમાં વિસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યા છે. હવામાન વિભાગ દ્વારા પણ આજે કેટલાંક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી હતી.
આ વચ્ચે આજે સુરત શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સુરત શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં પાંડેસરા, રાંદેર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. છેલ્લા થોડાં દિવસથી ઉકળાટ જોવા મળી રહી હતી ત્યારે વરસાદનું ઝાપટું આવતા રસ્તા થયા ભીના થયા હતા અને વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 4થી5 દિવસ ગુજરાતના જુદા જુદા જિલ્લામાં વરસાદ પડી શકે છે. નવરાત્રિ 15 ઓક્ટોબર એટલે કે કાલથી શરૂ થઇ રહી છે આ સ્થિતિમાં નવરાત્રિના આગળના દિવસમાં વરસાદ વિધ્ન રૂપ બને તેવી શક્યતા જોવાઇ રહી છે.