વિશ્વ કક્ષાની સેફેસ્ટ ફાસ્ટેસ્ટ અને સ્મુધ, પ્રીસાઇઝ સિકયોર રિકવરી ધરાવતી ટેકનોલોજીનું ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટમાં આગમન
રાજકોટના આંખના આઠ તબીબોને સિલ્ક પ્રોસિજર તરીકે જાણીતી અતિ આધુનીક ટેકનોલોજી રાજકોટ લાવવાનું શ્રેય
અક્ષર માર્ગ ઉપર સ્યોર સાઇટ લેઝર સેન્ટરમાં સિલ્ક લેઝર પ્રોસિજરના પ્રારંભે પત્રકાર પરિષદમાં વિગતો આપતાં આંખના નિષ્ણાત તબીબો
એક સમય હતો કે રાજકોટ સૌરાષ્ટ્રના દર્દીઓ હાર્ટ સર્જરી કે અન્ય જટીલ સર્જરી કરાવવામા માટે અમદાવાદ કે મુંબઇ સહિતના મોટા શહેરોમાં જતાં હતાં.પરંતુ હવે સમય બદલાયો છે.રાજકોટમાં હેલ્થકેર ક્ષેત્રે વિશ્વ કક્ષાની સારવાર ઉપલબ્ધ થઇ રહી છે. વિદેશમાંથી એન.આર.જી રાજકોટ મેડિકલ ટુરિઝમમાં આવે છે. કારણ કે વર્લ્ડ કલાસ હેલ્થ કેર રાજકોટમાં વિકસ્યુ છે. દેશના મહાનગર મુંબઇ, દિલ્હી, બેંગ્લોરમાં જે અતિ આધુનિક ટેકનોલોજીથી સારવાર થાય છે એવા સંશાધનો અને તબીબી કૌશલ્ય રાજકોટમાં પણ ઉપલબ્ધ બન્યુ છે. રાજકોટના હેલ્થકેર ક્ષેત્રની ઉપલબ્ધીમાં હવે અને નવું પીછું ઉમેરાયુ છે. આંખના નંબર ઉતારવાની અતિઆધુનિક ટેકનોલોજી ધરાવતી સીલ્ક લેઝર પ્રોસીજરનો રાજકોટમાં શુભારંભ થઇ ગયો છે. જે આંખના નંબર ઉતારી દર્દીને ર૪ કલાકમાં તેમની રોજીંદી જીદંગીમાં લાવી શકે છે. રાજકોટમાં આંખના નંબર ઉતારવાના સ્યોર સાઇટ લેઝિક સેન્ટરમાં સીલ્ક લેઝર પ્રોસીજરનો પ્રારંભ થયો છે.
સ્યોર સાઇટ લેઝિક સેન્ટરના પ્રારંભે પત્રકાર પરિષદમાં વિગતો આપતાં જાણીતા આંખના સર્જનોએ જણાવ્યુ હતું કે સ્યોર સાઇટ લેઝિક સેન્ટરમાં રાજકોટના આંખના આઠ ટોચના નીષ્ણાત તબીબોએ ગુજરાતમાં સૌ પ્રથમ વખત જહોન્સન એન્ડ જહોન્સન કંપનીના અતિઆધુનિક લેઝર મશીન અને સીલ્ક ટેકનોલોજી ઉપલબ્ધ કરી છે.
આ પધ્ધતિની ખાસિયત એ છે કે માત્ર ૨૪ કલાકમાં દર્દી આંખના નંબર ઉતારી રોજીંદી પ્રવૃતિમાં પ્રવૃત થઇ શકે છે. એટલું જ નહિ સ્વીમીંગ કરી શકે છે. સ્પોર્ટસ રમી શકે છે. મોબાઇલ વગેરે જોઇ શકે છે. જે આ પૂર્વેની ટેકનોલોજીમાં એકાદ સપ્તાહથી દસ દિવસનો સમય લાગતો હતો.
નંબર ધરાવતી કોઇ પણ પુખ્ત વયની વ્યક્તિ સીલ્ક પ્રોસીજરથી સારવાર કરાવે છે તેને સીલ્ક જેટલી મુલાયમ સારવારનો અનુભવ થાય છે. આંખના નંબર ઉતરાવ્યા બાદ તેમના વિઝનમાં ૯૫ ટકા જેટલો ફાયદો થાય છે. રાત્રિના સમયે ડ્રાઇવીંગમાં પડતી મૂશ્કેલીઓ દૂર થાય છે.નંબર ધરાવતી વ્યક્તિને ઘણી વખત ઉંડાઇનો અંદાજ આવતો નથી. તેથી પગલું મૂકતી વખતે જે આત્મવિશ્વાસ આવવો જોઇએ તે નથી આવતો. આ અતિ આધુનિક મશીનથી સારવાર બાદ આંખના નંબર તો ઉતરી જાય છે. દ્રષ્ટિ પણ નવુ સ્વરૂપ લ્યે છે. સાથે સાથે ઉંડાઇ વગેરે વધુ સચોટ દેખાતાં વ્યક્તિના આત્મવિશ્વાસમાં રાત્રિના ડ્રાઇવીંગ વગેરે રોજીંદી લાઇફસ્ટાઇલમાં વધારો થાય છે. જે પર્ફોર્મન્સ પણ સુધારે છે. ખાસ કરીને ચશ્મા પહેરવાની ઝંઝટમાંથી છુટકારો થાય છે. સમગ્ર ઓપરેશન પ્રક્રિયા એટલી સરળ, સુરક્ષિત અને સ્મુધ છે કે દર્દીને રાહતનો અહેસાસ થાય છે. એટલે જ આ પ્રોસિજરને સિલ્ક નામ આપવામાં આવ્યુ છે.
રાજકોટના આઠ ડોકટરોએ સાથે મળી વૈશ્વીક ટેકનોલોજી રાજકોટમાં લાવી
રાજકોટ સૌરાષ્ટ્રની જનતાના આંખના નંબર ઉતારવાની વિશ્વ કક્ષાની ટેકનોલોજી થકી શ્રેષ્ઠ સારવાર રાજકોટમાં જ મળે એ હેતુથી રાજકોટના આઠ તબીબોએ અતિ આધુનિક સ્યોર સાઇટ લેઝર સેન્ટરમાં સીલ્ક લેઝર પ્રોસીજરનો શહેરના અક્ષર માર્ગ, ડેલ્ટા ડાયગ્નોસ્ટીક સામે, બીએપીએસ મંદિર સામે, કાલાવડ રોડ ખાતે પ્રારંભ કર્યો છે. જેમાં શહેરના ખ્યાતનામ આંખના અને કીકીના તબીબ ડો.ધર્મેશ શાહ, ડો.હેમલ કણસાગરા, ડો.સુકેતુ ભપલ, ડો.ચેતન હિન્ડોચા, ડો.પિયુષ ઉનડકટ, ડો.ભાવેશ સોલંકી, ડો.જતીન પટેલ, ડો.શૈલેષ પટેલનો સમાવેશ થાય છે.
સ્યોર સાઇટ લેઝિક સેન્ટર અન્ય આંખના તબીબોને પણ સવલત આપશે
અતિ આધુનિક મશિનરી અને નેકસ્ટ જનરેશન ટેકનોલોજી ધરાવતા આ કેન્દ્રનો આંખના અન્ય સર્જનો પણ લાભ લઇ શકશે. ટેકનોલોજી વધુ લોકભોગ્ય બને એ ઉમદા હેતુથી સ્યોર સાઇટ લેઝિક સેન્ટરના સ્થાપક તબીબોએ આ નિર્ણય લીધો છે.
મોબાઇલના વળગણથી સ્ક્રિન ટાઇમ વધતાં આંખના નંબરની સમશ્યામાં મોટો વધારો
સ્યોર સાઇટ લેઝર સેન્ટરમાં સીલ્ક લેઝર પ્રોસીજરનો પ્રારંભ પ્રસંગે ડો.ધર્મેશ શાહ, ડો.હેમલ કણસાગરા, ડો.સુકેતુ ભપલ, ડો.ચેતન હિન્ડોચા, ડો.પિયુષ ઉનડકટ, ડો.ભાવેશ સોલંકી, ડો.જતીન પટેલ, ડો.શૈલેષ પટેલ વગેરેએ જણાવ્યુ હતું કે છેલ્લા દસ વર્ષમાં આંખના નંબર નાની વયમાં આવી જવાની સમશ્યામાં ખુબ વધારો થયો છે. મોબાઇલ, ટીવી. લેપટોપ અને કોમ્પયુટરના સતત ઉપયોગથી બાળકો, યુવાનો અને વયસ્કોમાં આંખના ચશ્મા આવી જવાની અને નંબર વધવાની સમશ્યા ખુબ વધી છે. સૌ પ્રથમ તો કાચી વયે મોબાઇલનો ઉપયોગ બાળકો મર્યાદિત સમય માટે કરે એ માટે વાલીઓએ ધ્યાન આપવુ પડશે.વિદ્યાર્થીઓ, નોકરી ધંધાર્થીઓ, પ્રોફશ્નલ વગેરેએ પણ ટેકનોલોજીના ઉપયોગના અતિરેક બાબતે જાગૃત રહેવુ પડશે.
આંખના નંબર કોણ ઉતારી શકે ?
સામાન્ય રીતે ૧૮ થી ૧૯ વર્ષની વયથી ૪૫ વર્ષની વય સુધીની કોઇ પણ વ્યકિત આંખના નંબર અને ચશ્મા કે કોન્ટેકટ લેન્સમાંથી છુટકારો મેળવવા લેઝિક સારવાર લઇ શકે છે. આ સારવારથી આંખના નંબર કાયમી ધોરણે ઉતરી જાય છે. સાથે સાથે તેમની દ્રષ્ટિમાં ખુબ સુધારો થાય છે. આ કારણે તેમના વાંચન લેખન, રોજીંદી પ્રવૃતિ, ડ્રાઇવીંગ સહિતના લાઇફસ્ટાઇલ અને ચશ્મા વગરના ચહેરાથી આત્મવિશ્વાસમાં ખુબ વધારો થાય છે. આ છતાં આંખના નંબર ઉતારવા માટે વધુ માર્ગદર્શન માટે સ્યોર સાઇટ લેઝર સેન્ટરની વેબસાઇટ www.suresightlasercentre.com હેલ્પ ડેસ્ક મો 96820 90820 નો સંપર્ક કરી શકો છો.