- પૂર્વ-પશ્ચિમમાં AMCની 145 ટીમો કાર્યરત
- ત્રણેય શિફ્ટમાં કરી રહી છે કામ
- પોલીસ-SRPની ટુકડી પણ સાથે
અમદાવાદની મનપા અને પોલીસને હાઇકોર્ટની ફટકાર બાદ AMC એક્શનમાં આવ્યું છે. જેની સાથે AMCએ ઢોર પકડવાની કામગીરી તેજ બનાવી છે. એટલું જ નહી AMC કમિશનર એમ.થન્નારસને સરક્યુલર જાહેર કર્યું છે. આ માટે એસ્ટેટ, હેલ્થ, સોલિડ વેસ્ટ, ઈજનેર વિભાગને કામગીરી સોંપઈ રહી છે.
આ માટે UCD અને ટેક્સ વિભાગને પણ 7 ઝોનમાં કામ સોંપાયુ છે. ઝોન વાઈઝ ડેપ્યુટી કમિશનર સુપરવિઝન કરશે. વોર્ડ વાઈઝ આસિસ્ટન્ટ કમિશનર સુપરવિઝન કરશે. આ દિશામાં કામગીરી દરમિયાન શનિવારે 156 રખડતાં ઢોર પકડ્યા છે. તેમજ પૂર્વ-પશ્ચિમમાં AMCની 145 ટીમો કાર્યરત થઈ છે.
અત્યાર સુધીની કાર્યવાહી અંગે AMC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 3 શિફ્ટમાં કામગીરી થઈ રહી છે. તેમજ આજે રવિવારે રજાના દિવસે પણ ઢોર પકડવાની કામગીરી યથાવત્ રહી છે. શહેરમાં અલગ અલગ સ્થાનો પર કોઈ પણ પ્રકારનો વિવાદ ન થાય તે માટે પોલીસ અને SRPની ટીમ પણ સાથે રાખવામાં આવી રહી છે.
અગાઉ અમદાવાદ મહાનગર પાલિકા કમિશનર એમ. થેન્નારસન દ્વારા એસ્ટેટ વિભાગને તાકિદ કરાઇ હતી કે, શહેરમાં ચાલી રહેલા બાંધકામ સાઇટ પર તમામ નિયમોનું પાલન થતુ હોવાની માહિતી મેળવાની રહેશે. તેમજ જ્યાં નિયમનું ઉલ્લઘન થતુ હોય તેવી સાઇટ પર કાર્યવાહી કરવામાં આવે. ફાયર સેફ્ટી થઇ લઇ કામગીરી દરમ્યાન શ્રમિક માટે પણ નિયમનું પાલન થાય છે કે નહી, બાંધકામ સાઇટના પગલે આસપાસના રહીશોને કોઇ પરેશાન ન થવી જોઇએ. બાંધકામ સાઇટ ચાલુ હોય તે દરમ્યાન ગ્રીન નેટ ફરિજીયાત લગાવવા સુચના અપાઇ છે. તેમ છતા અનેક એકમ નિયમનું પાલન ન કરતા તેઓ બાંધકામ કામગીરી હાલ સ્થગિત કરી તેઓનું એક સીલ કરવા સુધીની કાર્યવાહી ચાલી રહી છે.