- અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિરના દ્વાર બંધ
- ગ્રહણ બાદ મંદિરમાં કરાયું શુદ્ધિકરણ
- મંદિરમાં શુદ્ધિકરણ બાદ ખુલશે નગરદેવીના દ્વાર
નવરાત્રિમાં માતાજીની આરાધના કર્યા બાદ શરદપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે જો કે આ વખતે શરદપૂર્ણિમાએ વર્ષનું છેલ્લુ ચંદ્રગ્રહણ હોવાથી મંદિરોના કપાટ બપોર બાદ બંધ કરી દેવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે અને શરદપુર્ણિમાએ વિશેષ પૂજા અર્ચના કરતા હોય છે જો કે આ વખતે શરદપૂર્ણિમાએ ગ્રહણ હોવાથી મંદિરોના દ્વાર ભક્તો માટે બંધ થયા હતા.
ગ્રહણના લીધે શહેરના તમામ મંદિરમાં કરાઈ સાફ સફાઈ…
આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાતુ હોવાથી સુતક કાળ પાળવામાં આવ્યો હતો અને તમામ મંદિરોનું ગ્રહણ બાદ શુદ્ધિકરણ કર્યા પછી જ આજે ફરીથી મંદિરોમાં રાબેતા મુજબ પૂજા અર્ચના કરવામાં આવશે. અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિરના દ્વાર બંધ થયા હતા જેને ગ્રહણ બાદ મંદિરમાં કરાયું શુદ્ધિકરણ અને હવે શરદપૂર્ણિમા તરીકે નગરદેવી મંદિરમાં આજે ઉજવણી કરવામાં આવશે કેમકે કાલે બપોર બાદ મંદિરના દ્વાર બંધ હતા. શરદપૂર્ણિમા નિમિતે માઈ ભક્તો પહોંચ્યા દર્શન કરવા મંદિર મંદિરોમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.