By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    6 days ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: હાઇકોર્ટના આકરા વલણ બાદ રેલવે તંત્ર જાગ્યુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમરેલીગુજરાતન્યૂઝ

હાઇકોર્ટના આકરા વલણ બાદ રેલવે તંત્ર જાગ્યુ

agragujaratnews
Last updated: 2024/04/08 at 8:55 PM
2 years ago
Share
હાઇકોર્ટના આકરા વલણ બાદ રેલવે તંત્ર જાગ્યુ
SHARE

ગોઝારા ટ્રેક પર સિંહોના મૃત્યુ રોકવા માટે માત્ર ૪૦ની સ્પીડે જ ટ્રેન દોડાવવા નિર્ણય

અન્ય રાજ્યનાં અભયારણ્યમાં ચાલતી રેલ વ્યવસ્થાનો થશે અભ્યાસ, આગામી તા.૯ના હાઈકોર્ટમાં રજૂ થશે એસઓપી

વન તંત્રના વિસ્તારમાંથી નીકળતી ટ્રેનો નીચે સિંહ કપાઇ જવાના બનાવો નિયમીત બને છે. આ બનાવો અટકાવવા માટે હાઇકોર્ટે આકરૂ વલણ લેતાં રેલવે તંત્ર જાગ્યુ છે અને પ્રતિબંધીત વનવિસ્તારમાં હવે ટ્રેન ૧૦૦ના બદલે માત્ર ૪૦ કિ.મી.ની સ્પીડે નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. પીપાવાવ, રાજુલા, સાવરકુંડલા અને લીલીયા સુધીના રેલ્વે ટ્રેક પર સિંહો ટ્રેન હડફેટે કપાઈને કમોતે મરી રહ્યા છે. આ અંગે હાઈકોર્ટે રેલ્વે અને વનતંત્રનો ઉધડો લઈ તાત્કાલિક સિંહોના મોતની ઘટના અટકાવવા માટે એસઓપી બનાવવા આદેશ કર્યો હતો. આ અંગે રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની જૂનાગઢ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે. રેલ્વે અને વન વિભાગે બનાવેલી એસઓપી આગામી તા.૯ના હાઈકોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે.

Contents
ગોઝારા ટ્રેક પર સિંહોના મૃત્યુ રોકવા માટે માત્ર ૪૦ની સ્પીડે જ ટ્રેન દોડાવવા નિર્ણયઅન્ય રાજ્યનાં અભયારણ્યમાં ચાલતી રેલ વ્યવસ્થાનો થશે અભ્યાસ, આગામી તા.૯ના હાઈકોર્ટમાં રજૂ થશે એસઓપી

અમરેલી જિલ્લામાં ૧૦૦ કિલોમીટરનો રેલ્વે ટ્રેક સિંહો માટે કાળમુખો સાબિત થઈ રહ્યો છે. અનેક સિંહો ટ્રેન હડફેટે ઈજાગ્રસ્ત બન્યા અને કેટલાય સિંહોના મોત થયા છે. વન વિભાગ અને રેલ્વે તંત્ર દ્વારા ટ્રેન હડેફેટે સિંહોના મોત અટકાવવા માટે અનેક આયોજનો કરવામાં આવ્યા હતા છતાં પણ સિંહોના મોતનો સિલસીલો ચાલુ જ રહેતા હાઈકોર્ટે રેલ્વેની આકરી ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે રેલ્વે ટ્રેકને અન્યત્ર ફેરવવા કે રાત્રિના સમયે ટ્રેન બંધ કરી દેવા સુધીનો આદેશ ફરમાવવાની ચીમકી ઉચ્ચારતા રેલ્વે વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ હતી. હાઈકોર્ટમાં આ અંગે ગત સુનાવણીમાં રેલ્વે અને વન વિભાગ સંયુક્ત રીતે મળી એસઓપી બનાવી કોર્ટ સમક્ષ રજુ કરવા આદેશ કર્યો હતો. જેના ભાગરૃપે ગત તા.૩ એપ્રિલે જૂનાગઢ ખાતે વન વિભાગ અને રેલ્વેના ડીઆરએમ સહિતના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં નક્કી થયા મુજબ પીપાવાવથી લીલીયા સુધીના ૧૦૦ કિમીના રેલ્વે ટ્રેકમાંથી પ૦ કિમીના રેલ્વે ટ્રેક પર હવેથી ટ્રેનની સ્પિડ ૧૦૦ને બદલે ૪૦થી નીચે રાખવામાં આવશે. દરરોજ આ ટ્રેક પર ર૪ કલાકમાં રપથી વધુ ટ્રેન અવર-જવર કરે છે. જેમાં ટ્રેન ૭૦થી ૧૦૦ કિમીની ઝડપે ચાલે છે. હાઈકોર્ટના આદેશ બાદ રેલ્વે તંત્ર ટ્રેનની સ્પિડ ધીમી કરવા સહમત થયું છે. આ ઉપરાંત સિંહોના અવર-જવરવાળા વિસ્તારમાં પ૦થી વધુ એલઈડી સોલાર લાઈટ ફીટ કરવાનું કામ શરૃ કરી દેવામાં આવ્યું છે. આ સંખ્યામાં ધીમે-ધીમે સતત વધારો થતો જશે.

વન વિભાગે રેલ્વેને પીપાવાવ-લીલીયા વચ્ચેના રેલ્વે ટ્રેક પર ટ્રેનની સ્પિડ ઘટાડવા અનેકવાર રજુઆત કરી હતી પરંતુ રેલ્વે તંત્ર આ માંગણી ક્યારેય સ્વીકારતું ન હતું. અંતે હાઈકોર્ટના આકરા વલણ બાદ રેલ્વેએ સ્પિડ ઘટાડવા સહમતી દર્શાવી પડી છે. આ ઉપરાંત રેલ્વે અને વન વિભાગ અન્ય રાજ્યના અભયારણ્યમાં કેવી રીતે ટ્રેનનું સંચાલન થાય છે તેનો પણ અભ્યાસ કરશે અને ત્યારબાદ તેની અમલવારી કરવામાં આવશે. આમ, હવે રેલ્વેએ સ્પિડ ઘટાડવા અને અન્ય મુદ્દે હકારાત્મક વલણ દાખવ્યું છે. આગામી સમયમાં આ પગલાઓ બાદ ખેરખર સિંહના મોતની ઘટના અટકશે કે કેમ ? તે એક સવાલ છે.

વન વિભાગ દ્વારા રેલ્વે તંત્ર સાથે થયેલી બેઠકમાં વનતંત્રના અધિકારીઓએ ટ્રેનની સ્પિડ ર૦ કિમીની જ રાખવા માંગણી કરી હતી. પરંતુ આ અંગે રેલ તંત્ર સહમત ન થયું અને ૪૦થી ઓછી સ્પિડ રાખવા રેલ્વેએ તૈયારી દાખવી છે. હાલ રેલ્વે દ્વારા પીપાવાવ અવર-જવર કરતી તમામ ટ્રેનની નક્કી થયેલા વિસ્તારમાં ૪૦થી ઓછીની સ્પિડની અમલવારી પણ શરૃ કરી દીધી છે.

પીપાવાવ પોર્ટ પર સમગ્ર દેશભરમાંથી ટ્રેન આવે છે. ર૪ કલાકમાં રપ જેટલી ટ્રેન અવર-જવર કરે છે. હવે આ ટ્રેક પર પ૦ કિમીના વિસ્તારમાં ૪૦થી ઓછી સ્પિડે ટ્રેન ચલાવવાનું નક્કી થતા સંભવતઃ ર૪ કલાકમાં અવર-જવર કરતી ટ્રેનની સંખ્યામાં ૪થી પ ટ્રેનનો ઘટાડો થાય તેવી હાલ સંભાવના જોવા મળી રહી છે.

You Might Also Like

સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં ટ્રસ્ટીના ટાંટીયા ભાંગવાની ભાજપ-આપના નેતાની ધમકી

 ભાવનગરના કુંભારવાડામાં બ્રાન્ડેડ કંપનીના નામે ચાલતી નકલી ઓઈલ ફેક્ટરી ઝડપાઈ

 ધાનેરાના નેનાવા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સમાં આગ, એક યાત્રિકનું મોત

 વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 3૧.૭૫૨ બોટલ દારૂ-બિયરનો જથ્થો પકડાયો

યુરોપ વર્ક પરમીટના નામે ઠગ ઇમિગ્રેશન ટોળકીનું 3.28 કરોડનું કૌભાંડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત
આંતરરાષ્ટ્રીય

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

Editor By Editor 18 hours ago
DH કોલેજમાં શનિવારે ફાસ્ટેનેબલ સમાજમાં આર્ટસ અને હયુમેનિટીઝની ભૂમિકા પર સેમિનાર
રૈયાધારમાં બનાવટી ચલણી નોટો છાપવાના કારખાનાનો પર્દાફાશ
 ધાનેરાના નેનાવા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સમાં આગ, એક યાત્રિકનું મોત
સોમનાથમાં તહેવારો પૂર્વ કાયદો, વ્યવસ્થા, જાળવવા પોલીસ સજ્જ, સઘન ફૂટ પેટ્રોલિંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?