સાંસદ રામભાઇ મોકરીયાના મહેમાન બનેલા હિમાચલ પ્રદેશના રાજયપાલ શિવપ્રતાપ શુકલાજી તથા તેમના શ્રીમતીજીએ ‘અગ્ર ગુજરાત’નો વિશેષાંક રસપૂર્વક નિહાળ્યો
રાજકોટના આંગણે ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની ભાગવત કથાનું આયોજન થયું છે. આ કથા શ્રવણ માટે હિમાચલ પ્રદેશના ગવર્નર શિવપ્રતાપ શુકલા અને તેમના શ્રીમતીજી ખાસ રાજકોટ પધાર્યા છે. આ કથાના યજમાન રામભાઇ મોકરીયાના નિવાસ સ્થાનની મુલાકાત દરમિયાન તેમને ‘અગ્ર ગુજરાત’ના ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વિશેના સ્મૃતિ વિશેષાંકનું રસપૂર્વક નિહાળી હતી. સાંસદ રામભાઇ મોકરીયા સાથે તેમણે જણાવ્યું હતું કે આટલા સુંદર પ્રકાશનનું હિન્દી સંસ્કરણ કેમ નથી થયું. આ તબક્કે રામભાઇ મોકરીયાએ આ વિશેષાંકમાં ભગવાન શ્રી રામ મંદિરના ૫૦૦ વર્ષના સંઘર્ષનો ઇતિહાસ, અયોધ્યા નગરીનો ઇતિહાસ, રામજન્મભૂમિ માટેની કાનૂની લડત, કાર સેવા, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસો વગેરેને આવરી લેતી વિગતો સમાવેશ કર્યો હોવાની જાણકારી આપી હતી. હિમાચલના રાજયપાલ શિવપ્રતાપ શુકલાજી અને તેમના શ્રીમતીજીએ ‘અગ્ર ગુજરાત’ પરિવારને આ વિશેષાંક પ્રકાશિત કરવા બદલ શુભકામના પાઠવી હતી.
સાંસદ રામભાઇ મોકરીયાના નિવાસ સ્થાનની મુલાકાત દરમિયાન તેમણે રામભાઇ મોકરીયાના પરિવારના સભ્યોને રામકથા યોજવા બદલ ધન્યવાદ પાઠવ્યા હતાં. ખાસ કરીને રામભાઇ મોકરીયાના પ્રૌત્ર ઉપર તેમણે પ્રેમદૂલાર વરસાવ્યો હતો.