- 928 વિદ્યાર્થીઓને 129 કંપનીએ જોબ ઓફર કરી
- સિવિલ અને એન્વાયરમેન્ટ બ્રાન્ચમાં સૌથી ઊંચા પેકેજ ઓફર કરવામાં આવ્યાં
- કેમિકલમાં કુલ 17 કંપનીઅએ 91.5 ટકા જોબ ઓફર કરી
અમદાવાદ શહેરની એલડી ઈજનેરી કોલજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ યોજાયું હતું. કોલેજ ખાતે યોજાયેલા પ્લેસમેન્ટમાં 928 જેટલા વિદ્યાર્થીઓને 129 કંપની દ્વારા જોબ ઓફર કરાઈ હતી.
આ વિદ્યાર્થીઓને રૂ.4 લાખથી લઈને રૂ.18.68 લાખ સુધીના પેકજ ઓફર થયાં છે. આ વખતે ગત વર્ષની સરખામણીએ પેકેજમાં ઉછાળો આવ્યો છે. ગત વર્ષે સૌથી ઊંચુ પેકેજ રૂ.13.07 લાખનું હતું, જેમાં આ વખતે અંદાજે સાડા પાંચ લાખ રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. સિવિલ અને એન્વાયરમેન્ટ બ્રાન્ચમાં સૌથી ઊંચા પેકેજ ઓફર થયાં છે.
કેમિકલ ઈજનેરી, ઈન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ ઈજનેરી, ઈલેક્ટ્રિકલ અને મિકેનિકલ બ્રાન્ચમાં 80 ટકાથી વધુ પ્લેસમેન્ટ થયું છે. કેમિકલમાં કુલ 17 કંપનીઅએ 91.5 ટકા જોબ ઓફર કરી છે, જેમાં સૌથી ઊંચુ પેકેજ રૂ.18.07 લાખ અને એવરેજ પેકેજ રૂ.6.15 લાખનું ઓફર કરવામાં આવ્યું છે. આમ આ વખતે કોર બ્રાન્ચમાં 90 ટકા જેટલુ પ્લેસમેન્ટ થયું છે, જે મોટા ભાગે 40થી 50 ટકા સુધી થતુ હોવાનું જાણવા મળે છે.


