- વિદેશમાં દીકરાનો પાસપોર્ટ ખોવાતા પોલીસ ક્લિયરન્સ સર્ટી.ની જરૂર પડી
- અમેરિકાની ભારતીય એમ્બેસીએ સર્ટિફિરેટ અંગે ઈન્કવાયરી મોકલી હતી
- એએસઆઈ અધિકારીએ ફરિયાદી પાસે સૌ પ્રથમ 40 લાખની માંગણી કરી હતી
નડિયાદમાં રહેતા ફરિયાદીના દીકરો વર્ષોથી અમેરિકામાં રહે છે અને ત્યાં તેમનો પાસપોર્ટ ગુમ થઈ ગયો હતો નવા પાસપોર્ટ કઢાવવા માટે ભારતીય એમ્બેસીમાં અરજી પણ કરી હતી.
અમેરિકાની ભારતીય એમ્બેસીએ ભારતમાં પોલીસ કલિયરન્સ સર્ટિફિરેટ અંગે ઈન્કવાયરી મોકલી હતી. આ અંગેનુ સર્ટિફિકેટ ફરિયાદીના દીકરાના તરફેણમાં કાઢી આપવા માટે ખેડા-નડિયાદ પોલીસ અધિક્ષક કચેરીની એલઆઈબી શાખામાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા ભરતગીરી ઈશ્વરગીરી ગોસ્વામીએ ફરિયાદી પાસે સૌ પ્રથમ 40 લાખની માંગણી કરી હતી બાદમાં રકઝકના અંતે 5 લાખમાં ડીલ ફાઈનલ થઈ હતી. જો કે ફરિયાદીએ આ રકમ આપવા ન માગતા તેમણે એસીબીમાં ફરિયાદ કરતા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ઉત્તરસંડામાં આવેલા સ્ટેશન રોડ પરના ફરિયાદીના ઘરે 5 લાખની લાંચ લેવા આવતા એએસઆઈ ભરતગીરી ગોસ્વામી રંગેહાથે ઝડપાઈ ગયા હતા. હાલ એસીબીએ આરોપી એએસઆઈ ભરતગીરી ગોસ્વામીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.