- ત્રણેય યુવકો દારૂ પીને બાઇક લઇને આવ્યા હતા
- પૂરઝડપે આવતું બાઇક ટ્રકની પાછળના ભાગે અથડાયુ હતુ
- અકસ્માતમાં એકનું મોત નિપજ્યુ હતુ. તેમજ બે યુવકો ઇજાગ્રસ્ત થયા હતા.
થલતેજ પાસે આવેલ એસજી મોલ ખાતે ઉભેલ ટ્રક પાછળ પૂરઝડપે ત્રણ સવારી આવી રહેલ બાઇકચાલકે બાઇક અથડાવતા ચાલકનું મોત નિપજ્યુ હતુ. તેમજ બે યુવકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે ત્રણેય યુવકો દારૂ પીધેલ હાલતમાં હતા. આ અંગે ટ્રાફ્કિ પોલીસે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.
વેજલપુરમાં રહેતા 46 વર્ષીય ઈમ્તિયાઝભાઇ કુરેશી બાકરોલ એક કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. બુધવારે તેઓ તેમના બે કર્મચારીઓ સાથે ટ્રક લઈને બાકરોલથી નિકળ્યા હતા અને થલતેજ એસ જી મોલ પાસે ટ્રક ઉભો રાખીને પાર્સલની ડિલિવરી કરી રહ્યા હતા. ત્યારે એક બાઇક પર ત્રણ શખ્સો પૂરઝડપે આવ્યા હતા. અને ટ્રકની પાછળના ભાગે બાઈક અથડાયુ હતુ. જેના કારણે ત્રણેયને ઈજાઓ થતા સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં બાઇક ચાલક 27 વર્ષીય સચિન ઠાકુર બોપલમાં રહેતો હતો તેનું મોત નિપજ્યુ હતુ. જ્યારે તેના મિત્ર વિનોદસિંઘ ગેહલોત અને જોગેન્દર દાદોરીયાને ઈજાઓ પહોંચી હતી. આ અંગે એન ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે બાઇકચાલક સચિન સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે. તેમજ તપાસ કરતા ત્રણેય દારૂપિધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતુ.


