વાલોડ તાલુકાના એક ગામની ધોરણ 10માં અભ્યાસ કરતી સગીર દીકરી સાથે દુષ્કર્મ કરી ગભર્વતી બનાવનાર નરાધમ પિતાને કોર્ટ 25 વર્ષની કેદની સજા ફટકારી, ભોગ બનનારને પાંચ લાખ વળતરનો હુકમ કર્યો છે.વાલોડ તાલુકામા આવેલા એક ગામની 15 વર્ષની સગીર દિકરી હોસ્ટેલમાં રહી ધોરણ 10માંઅભ્યાસ કરતી હતી.તે વેકેશનમાં પોતાના ઘરે આવતી હતી ત્યારે 14 જાન્યુઆરી 2024 થી 11 મે 2024 દરમ્યાન રાત્રે સગીર દીકરી પર સગા પિતા અવાર નવાર દુષ્કર્મ કરતા રહ્યા જેના કારણે પુત્રી ગર્ભવતી બની હતી. જે અંગેની ફરિયાદ વાલોડ પોલીસ સ્ટેશને સગીર વયની દીકરીની માતાએ પતિ વિરુદ્વ આપી હતી.


