- આગને પગલે સાયન્સ સિટી બંધ કરવાની ફરજ પડી હતી
- હાજર 40 જેટલા મુલાકાતીઓને તાત્કાલિક પણ બહાર નિકાળી દીધા હતા
- ફયરબ્રિગ્રેડે ઘટના સ્થળે પહોચીને અડધો કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો
સાયન્સ સીટીમાં આવેલ પ્લેનેટ અર્થના બેઝમેન્ટમાં સાંજે 6.30 આસપાસ એસીમાં આગ લાગતા અફરા તફરી મચી ગઇ હતી. આગના પગલેં આસપાસમાં સામાન પડયો હોવાથી જોત જોતામાં મોટી માત્રામાં ધુમાડાઓ સમગ્ર પ્લેનેટ અર્થમાં ફેલાયા હતા.
બીજી તરફ સાયન્સ સિટી તંત્ર દ્વારા ત્યાં હાજર 40 જેટલા મુલાકાતીઓને તાત્કાલિક પણ બહાર નિકાળી દીધા હતા.આ ઘટનાની જાણ થતા ફયરબ્રિગ્રેડે ચાર ગાડીઆ સાથે ઘટના સ્થળે પહોચીને અડધો કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.તકેદારીના ભાગ રુપે આગને પગલે સાયન્સ સિટી પણ બંધ કરી દેવામાં આવ્યુ હતુ તેમજ પ્રવાસીઓને બહાર નીકળી જવા સૂચના આપી દેવામાં આવી હતી. હાલમાં પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનુ કારણ સામે આવ્યુ છે. જો કે આગની ઘટનામાં કોઇ જાનહાનિ સામે આવી નથી.