મેમ્કો પાસે પાંચ શખ્સો રસ્તામાં કેક કાપી રહ્યા હતા. જેથી લકઝરી બસના ડ્રાઇવરે તેમને સાઇડમાં ખસવાનું કહ્યુ હતુ. બાદમાં પાંચેય શખ્સોએ ટ્રાવેલ્સની ઓફ્સિમાં જઇને તોડફોડ કરીને વેપારી અને તેના પુત્રને માર માર્યો હતો. આ અંગે વેપારીએ પાંચેય શખ્સો સામે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
મેમ્કો પાસે રહેતા મહેન્દ્રકુમાર ચૌધરી ટ્રાવેલ્સ અને કાર્ગોની દુકાન ધરાવી ધંધો કરે છે. ગત 12 ડિસેમ્બરે તે ઓફ્સિે હતા ત્યારે લકઝરી બસના ડ્રાઇવર રાજુભાઇનો ફોન આવ્યો હતો અને જણાવ્યુ કે મેમ્કો ચાર રસ્તા બ્રિજના છેડે કેટલાક શખ્સો રસ્તા વચ્ચે ઉભા કરીને કેક કાપી રહ્યા હતા. જેથી રાજુભાઇએ તેમને સાઇડમાં ખસવાનું કહેતા શખ્સોએ ઉશ્કેરાઇને ઝઘડો કર્યો હતો. જેથી મહેન્દ્રકુમારે અન્યકર્મી રમેશભાઇને ત્યાં મોકલ્યા હતા. જે બાદ રમેશભાઇએ શખ્સોને સમજાવીને બસ રવાના કરી હતી અને ઓફ્સિના પાર્કિંગમાં આવી હતી. જેબાદ શખ્સોએ મહેન્દ્રભાઇની ઓફ્સિે જઇને તોડફોડ કરીને તેમને અને તેમના પુત્રને ફ્ટકાર્યા હતા. જેથી પોલીસને ફોન કરતા તમામ શખ્સો નાસી ગયા હતા. આ અંગે મહેન્દ્રભાઇએ અમરીશ, રાહુલ, વિવેક અને અજાણ્યા બે શખ્સો સામે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.


