માઘવપુરામાં 12 વર્ષના સગીરને શખ્સે છરી બતાવી અવાવરૂ જગ્યાએ લઇ જઇને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતુ. બાદમાં ઘર આગળ ઉતારીને શખ્સ જતો રહ્યો હતો. બાળક ઘરમાં ગુમસુમ રહેતા માતા-પિતાએ પૂછતા સમગ્ર સગીરે સમગ્ર વાત કહી હતી. આ અંગે સગીરના પિતાએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા આરોપીની ધરપકડ કરાઈ છે.
માધવપુરામાં 12 વર્ષનો બાળક પરિવાર સાથે રહે છે અને સ્કૂલમાં અભ્યાસ કરે છે. ગત 10 ડિસેમ્બરે તે તેના મિત્ર સાથે ઘર આગળ રમતો હતો અને મોબાઈલમાં રિલ્સ બનાવતો હતો. ત્યારે તેના જ વિસ્તારમાં રહેતો બાદલ દંતાણિયા નામનો શખ્સ ત્યાં આવ્યો હતો. બાદમાં બાદલે સગીર બાળકને છરી બતાવીને પોતાની સાથે આવવા જણાવ્યુ હતુ. જેથી બાળક ગભરાઇને શખ્સ સાથે ગયો હતો. બાદમાં બાદલે તેને માધવપુરા વિસ્તારમાં આવેલી અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો. ત્યાં તેણે સગીર બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતુ. જે બાદ તે બાળકને ઘર આગળ ઉતારી દીધો હતો. જેથી બાળક ઘરે ગયો હતો, પરંતુ ઘરમાં ગુમસૂમ અને ગભરાયેલો રહેતો હતો. જેથી માતા-પિતાએ તેને પૂછતા બાળકે સમગ્ર હકીકત જણાવી હતી. આ અંગે પિતાએ બાદલ સામે માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આરોપી નાની-મોટી મજૂરી કામ કરે છે.


