- AMC દ્વારા 25 કન્સ્ટ્રક્શન સાઇટ્સ સીલ કરવામાં આવી
- જુદા જુદા નિયમોના ભંગ બદલ AMC દ્વારા કાર્યવાહી
- લાંભા, વટવા, ઇસનપુર અને દાણીલીમડામાં કાર્યવાહી
રાજકોટના TRP ગેમઝોન ખાતે લાગેલી આગ ફાયર સેફટીના અભાવે એટલી ભીષણ બની ગઈ કે 28 લોકોના ભોગ લેવાયા. આ ગોઝારી દુર્ઘટનાના એવા પડઘા પડ્યા કે ફાયર સેફટીને લઈને વર્ષોથી કુંભકર્ણ નિંદ્રામાં ઊંઘતું આખા રાજ્યનું તંત્ર સફાળું જાગી ગયું અને જાહેર એકમોની તપાસ કરવામાં આગી ગયું. AMCના દબાણ ખાતા દ્વારા પણ બાંધકામ સાઇટ્સ પર સુરક્ષાને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને 25 જેટલી સાઇટ્સ પર કાર્યવાહી પણ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ AMCના દબાણ ખાતા દ્વારા અમદાવાદની 25 જેટલી બાંધકામ સાઈટ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. અને જુદા જુદા નિયમોના ભંગ બદલ સાઇટ્સને સિલ કરવામાં આવી છે. ગ્રીન નેટ, સેફ્ટી નેટ, બેરિકેટિંગ સહિતના નિયમોના ભંગ બદલ બાંધકામ સાઈટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના લાંભા, વટવા, ઇસનપુર અને દાણીલીમડામાં AMC દ્વારા પગલાં લેવામાં આવ્યા છે.


