અમદાવાદમાં એક આધેડનું બાઈક સવારે ટક્કર મારવાના કારણે મોત થયું હતું. આ ઘટના 6 ડિસેમ્બરની છે. હાલ આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. આ અકસ્માત દરિયાપુરમાં થયો હતો. આ આધેડ મંદિરે દર્શન કરવા જઈ રહ્યો હતો, જે દરમિયાન તેને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત સર્જી બાઈક ચાલક બાઈક સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
ગંભીર બનાવના CCTV ફૂટેજ સામે આવ્યા
અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં છ દિવસ પહેલા થયેલા એક હીટ એન્ડ રનના ગંભીર બનાવના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેના કારણે મૃતકના પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 6ઠ્ઠી ડિસેમ્બરના રોજ સવારે મંદિરે જઈ રહેલા એક આધેડને બેફામ બાઈકચાલકે જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આધેડ ફંગોળાઈને જમીન પર પટકાયા
મળતી માહિતી અનુસાર, દરિયાપુર વિસ્તારમાં 6 ડિસેમ્બરની સવારે આ દુર્ઘટના બની હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક બાઈકચાલક કેટલી ઝડપથી આવીને રાહદારી આધેડને ટક્કર મારે છે. આ અકસ્માતમાં આધેડ ફંગોળાઈને જમીન પર પટકાયા હતા. આ ઘટના બાદ બાઈકચાલક તરત જ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.
પોલીસ હજી સુધી આરોપી બાઈકચાલકને પકડી શકી નથી
આ બનાવ અંગે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, ઘટનાના છ દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ હજી સુધી આરોપી બાઈકચાલકને પકડી શકી નથી. જેના કારણે મૃતકના પરિવારજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. પરિવારે પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે, અને આરોપીને તાત્કાલિક પકડવાની માંગ કરી છે.
ફામ વાહનચાલકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ
પરિવારજનોનું કહેવું છે કે, CCTV ફૂટેજમાં બધું સ્પષ્ટ દેખાય છે, છતાં પોલીસ કેમ આરોપીને પકડી શકતી નથી? શું પોલીસ ગંભીરતાથી તપાસ કરી રહી છે કે માત્ર સમય પસાર કરી રહી છે? આ સાથે સ્થાનિકોની માંગ છે કે, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરીને લોકોનો ભોગ લેનારા આવા બેફામ વાહનચાલકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. પોલીસે જલ્દીથી આરોપીની ધરપકડ કરીને પીડિત પરિવારને ન્યાય અપાવવો જોઈએ.
આ પણ વાંચો – Ahmedabad: ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ


