- હવે મેડિકલ સ્ટુડન્ટ સપડાઈ રહ્યા છે ડ્રગ્સના સકાંજામાં
- SVP હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ઝડપાયો
- સિક્યુરિટીની જાગૃતતાથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો
ડ્રગ્સનો દાનવ હવે હોસ્પિટલ સુધી પહોંચ્યો છે. જેમાં હવે મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સના સકાંજામાં સપડાઈ રહ્યા છે. તેમાં અમદાવાદમાં આવેલ SVP હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ઝડપાયો છે. સોલા સિવિલનો સ્ટુડન્ટ SVPમાં આવીને ડ્રગ્સ લેતો હતો. જેમાં સિક્યુરિટીની જાગૃતતાથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.
SVPના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ
SVPના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. જેમાં સોલા સિવિલને હજુ સુધી જાણ કરવામાં આવી નથી. તેમાં સિક્યુરિટી સ્ટાફની પૂછપરછમાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો છે. જેમાં સોલા સિવિલનો મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેવા માટે SVPમા છેલ્લા કેટલાય દિવસથી આવતો હતો. તેમાં સિક્યુરિટીની સફળતાના કારણે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. હાલમાં SVPના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ હાથ ધરાઈ છે. તેમજ SVP હોસ્પિટલ દ્વારા 2 દિવસ બાદ પણ સોલા સિવિલને હજુ સુધી જાણ કરવામાં આવી નથી.
મામલાને દબાવવા માટેના તમામ પ્રકારના પ્રયત્ન શરૂ થયા
એસવીપી હોસ્પિટલ અને સોલા સિવિલ દ્વારા મામલાને દબાવવા માટેના તમામ પ્રકારના પ્રયત્ન શરૂ થયા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા એસવીપી હોસ્પિટલમાં દર્દી માટે કેન્ટીનમાંથી મગાવામાં આવેલા સૂપમાંથી જીવાત નીકળતા હડકંપ મચી જવા પામ્યો હતો. આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઈને દર્દીના પરિવારજનોએ દર્દી માટે આવેલા સૂપનો એક વીડિયો ઉતાર્યો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.


