- અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં વરસાદ
- વસ્ત્રાપુર, એસજી હાઇવે સહિતના વિસ્તારમાં વરસાદ
- અમદાવાદીઓને ભારે બફારાથી મળી રાહત
હવામાન વિભાગે આજે રાજ્યભરમાં વરસાદને લઈને નાવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું હતું અને જણાવ્યું હતું કે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ થઈ શકે છે. તો આજે પણ હવામાન વિભાગની આગાહી સાચી થઈ છે. આજે અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના અનેક વિસ્તારોમાં આજે વરસાદ થયો છે. અમદાવાદના વસ્ત્રાપુર, એસજી હાઇવે સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. તો આજે થયેલા વરસાદને પગલે અમદાવાદીઓએ આખા દિવસના ઉકળાટથી રાહત મળી છે.
વરસાદ અંગે હવામાન વિભાગે જાહેર કર્યું નાવકાસ્ટ બુલેટીન
રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા નાવકાસ્ટ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 3 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્જ્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વધુમાં હવામાન વિભાગે આગાહી કરવામાં આવ્યું છે પવનની ગતિ 40 કિમી પ્રતિકલાકની રહી શકે છે. અમદાવાદ, સુરેન્દ્રનગર અને ભાવનગર મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ડાંગ, નર્મદા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.


