ઈભિ વેડિંગ આર્ટિકલ્સ દ્વારા ખાસ કસ્ટમાઈઝ બોક્સ બનાવવામાં આવ્યા હતા જેને મોતી વડે સજાવવામાં આવ્યા હતા.
અંબાણી પરિવારને ગીફ્ટમાં આપેલ ડેકોરેટિવ બોક્સના ઓર્ડર માટે તેઓ ખુશી અનુભવી રહ્યા છે કારણ કે આ કામ બદલ તેઓ નામ અને દામ કમાયા છે
તાજેતરમાં અંબાણી પરિવારના અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્ન સંપન્ન થયા છે પરંતુ આ લગ્નની ચર્ચા સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આજ લગ્નમાં હાજર રહેવા બદલ લોકો પોતાની ભાગ્યશાળી માની રહ્યા છે એ જ રીતે આ લગ્નમાં કોઈ પણ રીતે કામગીરી કરવાને પણ લોકો પોતાનું સૌભાગ્ય બની રહ્યા છે. છેલ્લા ચાર મહિનાથી પ્રી વેડિંગ સેરેમની થી લઈ ને સાત ફેરા અને રિસેપ્શન સુધીના પ્રસંગોમાં હજારો લોકો એક યા બીજી રીતે જુદી જુદી કામગીરી સાથે સંકળાયેલા હતા આ જ રીતે અમદાવાદના ઈભી વેડિંગ આર્ટિકલ્સ દ્વારા પણ અંબાણી પરિવારના લગ્ન પ્રસંગમાં ડેકોરેટિવ બોક્સ મોકલવામાં આવ્યા હતા.અંબાણી પરિવારના લગ્નમાં નાનામાં નાની બાબતનો ખ્યાલ રાખવામાં આવ્યો હતો એ જ મુજબ જે ડેકોરેટિવ બોક્સ તૈયાર કરવામાં આવ્યા હતા તે અમદાવાદથી ખાસ ઓર્ડર આપીને બનાવવામાં આવ્યા હતા.
તાજેતરમાં રાજકોટમાં યોજાયેલા એક્ઝિબિશનમાં ઇભી વેડિંગ આર્ટિકલના શૈલેષભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે અમારી પાસે વેડિંગને લઈને ખૂબ જ કલાત્મક વસ્તુઓ છે જેમાં અંબાણી પરિવાર ના લગ્ન માટે અમે ડેકોરેટિવ બોક્સ બનાવીને મોકલ્યા હતા.અને શ્રી ગણેશ,શ્રી નાથજી ,શ્રી યંત્ર સહિતનું આ બોક્સ કસ્ટમાઈઝ કરવામાં આવ્યું હતું. તેઓના નામ સાથે તેમની જરૂરિયાત પ્રમાણે ડાયમંડ અને મોતી વડે સજાવામાં આવ્યું હતું.
નીતા અંબાણીના બહેન દ્વારા અમારો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેઓની પસંદગી મુજબ કારીગર બહેનોએ આ મોતી અને રત્નચડિત બોક્સ તૈયાર કરી આપ્યું હતું. આ બોક્સ સામાન્ય રીતે 12 થી 15 હજાર રૂપિયામાં તૈયાર થઈ જાય છે પરંતુ તેઓની પસંદગી અને જરૂરિયાત પ્રમાણે આ બોક્સ બનાવતા તેની કિંમત 25,000 જેટલી થઈ હતી. આ બોક્સ અંબાણી પરિવારની ગિફ્ટ આપવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા.
અંબાણી પરિવાર માટે પોતે પ્રોડક્ટ તૈયાર કરી આપી છે તે બદલ તેઓ અને તેની ટીમ ખુશી અનુભવી રહ્યા છે કારણ કે આ બોક્સ નો વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને અંબાણી પરિવારના ઓર્ડરના કારણે તેઓનો બિઝનેસ પણ વધી રહ્યો છે આમ તેઓને આ કામ બદલ નામ અને દામ બંને મળી રહ્યા છે.
ઇભિ વેડિંગ કલેક્લશનનમાં તેઓ લગ્ન પ્રસંગ માટે જુદી જુદી ડેકોરેટિવ વસ્તુઓ બહેનો પાસે બનાવવામાં આવે છે.આ રીતે બહેનોને પણ તેઓ આત્મનિર્ભર બનાવે છે.શુભ,લાભ,તોરણ,દિયા પ્લેટ,રંગોળી, ડેકોરેટિવ પ્લેટ સહિત અનેક વસ્તુઓ તેઓ બહેનો પાસે બનાવડાવે છે અને ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોના શહેરોમાં વેચે છે આ દરેક વસ્તુ હેન્ડમેડ છે તેના પર મોટી કામ કરવામાં આવ્યું છે તે પણ હેન્ડ વર્ક છે આ બધા આર્ટીકલ્સ ની કિંમત 250 રૂપિયાથી શરૂ કરીને 5,000 તેમજ ઓર્ડર અને કસ્ટમાઈઝ મુજબ તેઓ કરી આપે છે.