- આજે 4 વાગ્યે હર ઘર તિરંગા યાત્રા કાર્યક્રમ યોજાશે
- વિરાટનગરમાં AMC દ્વારા કાર્યક્રમનું આયોજન
- CM ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. જેમાં અમદાવાદમાં હર ઘર તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવશે. આજે સાંજે 4 વાગ્યે હર ઘર તિરંગા યાત્રા કાર્યક્રમ યોજાશે. તેમાં વિરાટનગરમાં AMC દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જેમાં યાત્રા કેસરીનંદન ચોકથી બેટી બચાવો સર્કલ જશે.
અમિત શાહ અમદાવાદમાં આયોજીત તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરાવશે
ત્યાંથી ઉત્તમનગર ખોડીયાર મંદિર પહોંચશે. ઉત્તમનગર ખોડીયાર મંદિરથી કોઠીયા હોસ્પિટલ જશે. જીવણવાડી સર્કલ થઇને ખોડીયાર મંદિરે પૂર્ણાહુતિ થશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે છે. જેમાં અમિત શાહ અમદાવાદમાં આયોજીત તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરાવશે. અમિત શાહ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત અનેક નેતાઓ અને પદાધિકારીઓ હાજરી આપશે. તેમાં BSF, ઘોડા પોલીસ, પોલીસ સહિત અનેક એજન્સીઓ તિરંગા યાત્રામાં જોડાશે.
સાંજે 4 કલાકે કેસરી નંદન ચોક વિરાટનગરથી યાત્રા શરૂ થશે
સાંજે 4 કલાકે કેસરી નંદન ચોક વિરાટનગરથી યાત્રા શરૂ થશે. જેમાં યાત્રાનો રૂટ જોઇએ તો કેસરીનંદન ચોક – બેટી બચાવો સર્કલ – ઉત્તમનગર ખોડીયાર મંદિર – કોઠીયા હોસ્પિટલ – જીવણવાડી સર્કલ – ખોડીયાર મંદિર (પૂર્ણાહુતિ) થશે. તેમજ સ્વાતંત્ર્ય પર્વ અને અમિત શાહના આગમનને લઈને શહેરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.