- અમદાવાદ મનપાની કાર્યવાહી
- ટેસ્ટિંગમાં અનેક ફૂડ આઈટમના નમૂના ફેલ
- 15 ઓક્ટોબરથી છે નવરાત્રી
ટૂંક સમયમાં જ હવે સમગ્ર ગુજરાતમાં તહેવારોની મોસમ જામવાની છે. 15 ઓક્ટોબરથી નવરાત્રીનો તહેવાર શરૂ થશે. આ દરમિયાન લોકોમાં બહાર ખાવાનું ચલણ વધશે. પરંતુ આ ખતરનાક સાબિત થઈ શકે છે. કેમ કે ઘણાં ખોરાકના સેમ્પલ ફેલ ગયા છે.
હવે નવરાત્રીની મોસમ જામવાની છે. લોકોમાં મોડી રાત સુધી ગરબા રમ્યા પછી ઘરે જતાં કે ગરબામાં જતા પહેલા બહારનું ખાવાનું ચલણ વધશે. પણ આ આદત તમારા સૌના માટે ઘણી ભયજનક પુરવાર થઈ શકે છે. કેમ કે તમે જે ખાઈ રહ્યા છો તેમાં ક્યાંક નકલી ઘી અથવા પનીરનો ઉપયોગ થયો હોવાની સંભાવના છે. જે તમને અને તમારા પરિવારના આરોગ્યને જોખમાવી શકે છે.
હકીકતે અમદાવાદ મનપાની આરોગ્ય શાખાએ લીધેલા ઘણાં ખોરાકના સેમ્પલોમાંથી મોટાભાગના સેમ્પલ ફેલ ગયા છે. ખાસ કરીને ઘી, પનીર, માવા, કપાસિયા તેલ, પામોલિન તેલ અને સરસો તેલના સેમ્પલ ફેલ ગયા છે. ખાસ કરીને
1- ક્રિષ્ના કાઠિયાવાડી – રામોલ
2- ગંજાનંદ પરોઠા હાઉસ- ઘુમા
3 – અક્ષર સ્નેક્સ – ઘુમાં
4 – જલારામ પરોઠા હાઉસ- પાલડી
5 – આનંદ રેસ્ટોરન્ટ – ગીતા મંદિર ચાર રસ્તા
આ દુકાનો પરથી લેવાયેલા પનીરનો રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ આવ્યો છે. એટલે કે ગુણવત્તાયુક્ત નથી.
ઉપરાંત
1 – શક્તિ સ્વીટ એન્ડ ફરસાણ વેજલપુર – પામોલિન તેલ
2 – જય અંબે ટ્રેડર્સ હીરાવાડી – કપાસિયા તેલ
3 – મનમોહન ઓઇલ ડેપો અમરાઈવાડી – સરસો તેલના નમૂના ફેલ આવ્યા છે.
આની સાથે જ
1. ગાય ઘી – એચ પી ફુડ -માધુપુરા
2. સ્પેશિયલ ઘી – હિતેન શાતિલાલ -માધુપુરા
3. સ્ટ્રોબેરી બરફી – મિરઝાપુર સ્વીટ – શાહપુર–
અને
4. મોળો માવો – ઉત્સવ ડેરી – વેજલપુરના નમૂના પણ ફેલ ગયા છે.
આમ પનીરના 10 સેમ્પલમાંથી પાંચ સેમ્પલ ફેલ ગયા છે. ઉપરાંત માવો, ઘી જેવી આઈટમોમાંથી પણ નમૂના ફેલ ગયા હોવાનું સામે આવ્યું છે.