- દેવાંગ દાણીનું નિવેદન
- શહેરમાં ચાલી રહી છે રોડ સુધારણાની કામગીરી
- મનપાએ શરૂ કરી કામગીરી
આ માહિતી અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટે. કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આપી હતી. તેમણે કહ્યું હતું કે હાલમાં શહેરમાં રોડ સુધારણાની કામગીરી ચાલી રહી છે.
દિવાળીઓ પહેલા અમદાવાદ મનપા શહેરીજનોને એક મોટી ભેટ આપવા જઈ રહી છે. મનપાની સ્ટે. કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં અમદાવાદમાં રોડ રિસરફેસિંગ અને ડેવલોપમેન્ટની કામગીરી ચાલી રહી છે. જેના હિસાબે આવનારા 15 દિવસમાં સારા રોડ તૈયાર થઈ જશે. હાલ અમદાવાદમાં 12 થી 13 પેવર ચાલી રહયા છે. 5500 જેટલા મેટ્રિક ટનથી રોડ બની રહ્યા છે અને રોજનો 10 હજાર ટન મેટ્રિક ટન માલ વાપરી કામગીરી થશે. જેના લીધે આવનારા 15 દિવસોમાં શહેરીજનોને સારા રોડ મળી જશે.
મહત્વનું છે કે હાલના ચોમાસામાં સપ્ટેમ્બર મહિનામાં ખૂબ જ પાછોતરો વરસાદ થયો હતો. ગુજરાતભરના અલગ અલગ શહેરો અને ગામડાઓ તેમજ અન્ય વિસ્તારોમાં પાણીનું ચોતરફ સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું. જેના લીધે વાહન વ્યવહાર તો ખોરવાયો જ હતો પરંતુ લોકોના ઘર-દુાકન-ઓફિસ અને વાહનોને પણ અસર થવા પામી હતી. લોકોને ખાસ્સું નુકસાન ગયું હતું. ખેડૂતોનો પણ ઉભો પાક નાશ પામ્યો હતો.
આ સમયમાં સૌથી મોટું અને નરી આંખે જોઈ શકાતું ચોખ્ખું નુકસાન જો કોઈને થયું હોય તો તે રોડ-રસ્તાનું નુકસાન હતું. અમદાવાદ શહેરમાં તો ભૂવા પડી ગયા હતા. રોડના ડામરના થર ઉખડી ગયા હતા. ઘણાં રોડની સપાટી ખાડાખૂબાવાળી અને સાવ જ રફ ખરબચડી થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં આજદિન સુધી કે જ્યારે ચોમાસું ખતમ થયાને હવે દિવસો થવા આવ્યા હજુ સુધી આ પરિસ્થિતિમાં સુધારો આવ્યો નથી. આ સ્થિતિના કારણે વાહનચાલકોને આજે પણ સહન કરવું પડે છે. જો કે હવે મનપાએ રોડ સુધારણાની કામગીરી શરૂ કરી છે જેની અસર 15 દિવસ બાદ જોઈ શકાશે.