- એર કેનેડાની ફ્લાઈટમાં લાગી આગ
- એરક્રાફ્ટના એક એન્જિનમાં આગ લાગી હતી
- પેરિસ જતી ફ્લાઈટમાં 389 મુસાફરો અને 13 ક્રૂ હતા સવાર
કેનેડાના ટોરેન્ટો પીયર્સન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અકસ્માત સર્જાયો હતો. ટેકઓફની થોડી મિનિટો બાદ પેરિસ જઈ રહેલા એર કેનેડાની ફ્લાઈટવિમાનમાં આગ લાગી હતી. એર કેનેડાની આ ફ્લાઈટ 389 મુસાફરો અને 13 ક્રૂ સાથે પેરિસ જઈ રહી હતી. આ ઘટના 5 જૂનના રોજ બની હતી, જ્યારે બોઇંગ 777 જેટ ટોરોન્ટોથી ઉડાન ભરી હતી. આગ બાદ ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા એક વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો, જેમાં એરક્રાફ્ટના એક એન્જિનમાં આગ લાગી હતી. પ્લેનમાં જ્યારેફ્લાઈટ ઊંચે ચઢવા લાગી ત્યારે તેમાં આગ ફાટી નીકળી હતી. આ બધા વચ્ચે સારી વાત એ હતી કે પ્લેન એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થયું. આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ હોવાની માહિતી મળી નથી.
એન્જિન વિસ્તારમાંથી જ્વાળાઓ નીકળી રહી હતી
આ ઘટના પર એર કેનેડાએ કહ્યું કે ઘટનાના વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે આગ એન્જિનના નીચેના ભાગમાં એટલે કે ફ્યુઅલ એરિયામાં લાગી હતી. ટેકનિકલ કારણોસર હવા ઈન્જેક્શનના સ્થળે પહોંચી શકી ન હતી. આ કારણે વીડિયોમાં એન્જિનની નજીક આગની જ્વાળાઓ દેખાઈ રહી હતી. તેમણે જણાવ્યું કે આ આગ એન્જિનમાં લાગી ન હતી.
મુસાફરોને બીજી ફ્લાઇટમાં મોકલવામાં આવ્યા
તેમણે એમ પણ કહ્યું કે આ ઘટના પછી, ફ્લાઇટના ક્રૂને તરત જ ખરાબી વિશે જાણ કરવામાં આવી, તેઓએ પરિસ્થિતિને સંભાળી અને ફ્લાઈટવિમાનને સફળતાપૂર્વક એરપોર્ટ પર પાછું લેન્ડ કરવામાં આવ્યું. આ પછી પ્લેનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મુસાફરોને બીજી ફ્લાઈટમાં મોકલવામાં આવ્યા હતા. જે પ્લેનમાં ખામી હતી તેને તાત્કાલિક અસરથી સેવામાંથી હટાવી દેવામાં આવ્યું હતું.


