શિયાળાની ઋતુ દરમિયાન અનેક સ્થાનો પર પ્રદૂષણમાં વધારો થાય છે. પ્રદૂષણ વધવાથી સ્વાસ્થ્ય પર હાનિકારક અસર જોવા મળે છે. પ્રદૂષણ ખાસ કરીને શ્વાસના દર્દીઓ, ગંભીર બીમારીના દર્દીઓ, બાળકો અને વૃદ્ધો માટે જોખમી બને છે. એટલે ઘણા ઘરોમાં પ્રદૂષણથી બચવા એર પ્યુરિફાયરનો ઉપયોગ વધવા લાગ્યો છે. આજકાલ ઘરો અને ઓફિસોમાં વાતાવરણને ખુશનુમા બનાવવા એર પ્યુરિફાયર લગાવવામાં આવે છે. એક્સપર્ટ કહે છે કે એર પ્યુરિફાયરનો ઉપયોગ કરતા પહેલા કેટલીક બાબતો ધ્યાન રાખવી જરૂરી છે. નહીંતર એરપ્યુરીફાયર તમારા માટે ઝેર સમાન બની શકે છે.
સ્વાસ્થ્ય માટે હાનિકારક એર પ્યુરીફાયર
એર પ્યુરિફાયર હવાને શુદ્ધ કરવા માટે બનાવવામાં આવે છે. પરંતુ તે તે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક હોઈ શકે છે. એક્સપર્ટના જણાવ્યા મુજબ એર પ્યુરિફાયરનો ઉપયોગ કરતા પહેલા આ બાબત સમજવી મહત્વપૂર્ણ છે. જયારે પણ તેની ખરીદી કરો ત્યારે ધ્યાન રાખો કે તે ફાયદા કરતાં વધુ નુકસાન પહોંચાડી શકે છે. કારણ કે એરપ્યુરીફાયર કેટલાક ઓઝોન ગેસ ઉત્સર્જન કરે છે. આ ગેસ શ્વાસમાં લઈ ફેફસામાં પ્રવેશ કરે છે અને શરીરને નુકસાન પહોંચાડે છે. ઓઝોન એ જ ગેસ છે જે સૂર્યના હાનિકારક યુવી કિરણોને સીધા પૃથ્વી પર પડતા અટકાવે છે. જો કે, કોઈપણ ઉપકરણમાંથી ઉત્સર્જિત અને આસપાસના વાતાવરણમાં છોડવામાં આવતો ઓઝોન ગેસ ખતરનાક માનવામાં આવે છે. આ ગેસની થોડી માત્રા પણ સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.
ફેફસાં માટે કેમ જોખમી એર પ્યુરીફાયર
પ્યુરિફાયર ઇલેક્ટ્રિક ચાર્જનો ઉપયોગ કરે છે, જે ઓઝોન ગેસ પણ ઉત્પન્ન કરે છે, જે હવામાં ઓગળી જાય છે અને ફેફસામાં પ્રવેશ કરે છે. આનાથી છાતીમાં બળતરા થઈ શકે છે. ઓઝોનના સતત સંપર્કમાં રહેવાથી શ્વસન સમસ્યાઓ અને ફેફસામાં બળતરા થઈ શકે છે. WHO ની માર્ગદર્શિકા મુજબ ઘરની અંદર ઓઝોન સંપર્ક ફેફસાને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઓઝોન આધારિત એર પ્યુરિફાયરથી સૌથી વધુ જોખમ રહેલું છે, કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે અને તેમના ફેફસાં હજુ પણ વિકાસ પામી રહ્યા છે.
આ એરપ્યુરીફાયર નથી હાનિકારક
બાળકો ઉપરાંત, અસ્થમા, COPD અને બ્રોન્કાઇટિસ ધરાવતા લોકો પણ ગંભીર રીતે પ્રભાવિત થાય છે. તેમની સમસ્યાઓ પહેલા કરતાં વધુ ખરાબ થઈ શકે છે. જો કોઈ શુદ્ધિકરણ કરનાર પર “આયનાઇઝર” લેબલ લગાવેલું હોય, તો તેનો અર્થ એ કે તે ઓઝોન ઉત્સર્જિત કરે છે. આવા ઉપકરણો ખરીદવાનું ટાળો. તમારે HEPA લેબલવાળું એરપ્યુરીફાયર ખરીદવું જોઈએ. આ ઓઝોન ઉત્સર્જિત કરતા નથી અને સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


