- ઉડ્ડયન અધિકારીઓ પ્લેનનો સંપર્ક કરવાના પ્રયાસમાં
- પ્લેન અને ચિલીમાને શોધવા માટેના શક્ય પ્રયાસો
- હજુ સુધી કોઈ સફળતા મળી નથી
દક્ષિણ-પૂર્વ આફ્રિકન દેશ માલાવીના ઉપરાષ્ટ્રપતિ સાઉલોસ ચિલિમાને લઈ જતું લશ્કરી પ્લેન ગુમ થવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ આ પ્લેનમાં 9 વધુ લોકો સવાર હતા. સોમવારે સવારે જ્યારે પ્લેન લેન્ડ કરવામાં નિષ્ફળ ગયું ત્યારે તેના ગુમ થયાની જાણ થઈ હતી. આ ઘટનાને લઈને માલાવી સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જ્યારથી પ્લેન અમારા રડારથી ગાયબ થયું છે.
પ્લેનનો સંપર્ક કરવાના થઈ રહ્યા છે પ્રયાસ
જ્યારથી પ્લેન ગુમ થયું છે ત્યારથી ઉડ્ડયન અધિકારીઓ પ્લેનનો સંપર્ક કરવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી. તેમણે કહ્યું કે પ્લેન અને ચિલીમાને શોધવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પ્લેન ગાયબ થયા બાદ અન્ય કાર્યક્રમો રખાયા મોકૂફ
અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્લેન સવારે 9 વાગ્યે (સ્થાનિક સમય મુજબ) ઉડાન ભરી હતી. 51 વર્ષીય ચિલીમા સિવાય વધુ નવ લોકો સવાર હતા. માલાવીના પ્રમુખ લાઝારસ ચકવેરાએ પ્રાદેશિક અને રાષ્ટ્રીય દળોને પ્લેનને શોધવા માટે શોધ અને બચાવ કામગીરી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. રાષ્ટ્રપતિ ચકવેરા બહામાસ જવાના હતા પરંતુ ઉપરાષ્ટ્રપતિનું પ્લેન ગાયબ થઈ ગયા બાદ તેમણે કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. વર્ષ 2022માં સૈલોસ ચિલિમા પાસેથી તમામ સત્તાઓ છીનવી લેવામાં આવી હતી. તેની લાંચના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે, ગયા મહિને જ માલાવીની ER કોર્ટે તેની સામેના તમામ આરોપોને ફગાવી દીધા હતા.


