- ગીર સોમનાથ, ખેડા, કચ્છ અને સાબરકાંઠામાં હાર્ટ એટેકથી મોત
- ગીર સોમનાથના તાલાલામાં હાર્ટ એટેકથી મહિલાનું મોત
- કચ્છમાં ભુજના માધાપરમાં 35 વર્ષીય વ્યક્તિનું મોત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકના 7 કેસ સામે આવ્યા છે. જેમાં ગીર સોમનાથ, ખેડા, કચ્છ અને સાબરકાંઠામાં હાર્ટઅટેકથી મોત થયા છે. તેમાં ગીર સોમનાથના તાલાલામાં હાર્ટ એટેકથી મહિલાનું મોત થયુ છે. તેમજ તાલાલાના જ ગાભા ગામમાં યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ છે.
કચ્છમાં ભુજના માધાપરમાં 35 વર્ષીય વ્યક્તિનું મોત
કચ્છમાં ભુજના માધાપરમાં 35 વર્ષીય વ્યક્તિનું મોત તથા કઠલાલમાં યુવકનુ હાર્ટ એટેકથી મોત નિપજ્યુ છે. તથા પોરબંદરના દેગામમાં 46 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત તેમજ સાબરકાંઠામાં 42 વર્ષીય વ્યક્તિનું પણ હાર્ટ એટેકથી મોત થયુ છે. તેમજ દ્વારકામાં 35 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થતા છેલ્લા 48 કલાકમાં રાજ્યમાં હાર્ટ એટેકથી 15થી વધુના મોત થયા છે. દ્વારકા જિલ્લામાં હાર્ટ એટેકનો કહેર યથાવત છે. જેમાં હાર્ટ એટેકથી વધુ એક યુવાનનું મોત થયુ છે. જેમાં ખંભાળિયામાં 35 વર્ષીય યુવાન હિરેન ભગવાનજી લુણાવીયાનું હાર્ટ એટેક આવતા મોત થયુ છે. યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકના બનાવ સમાજ માટે ચિંતાજનક છે.
રાજ્યમાં હ્રદય રોગના કિસ્સામાં વધારો થયો
રાજ્યમાં હ્રદય રોગના કિસ્સામાં વધારો થયો છે. ભુજ તાલુકાના માધાપર ગામના યુવાનનું હાર્ટ અટેકથી મોત થયુ છે. માધાપરનો 35 વર્ષિય યુવાન ઘર પાસે ઢળી પડયો હતો. તેમાં દિપક સોનીનું હાર્ટ એટેક આવતા મોત થયુ છે. ત્યારે ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. હ્રદય રોગના હુમલાથી અચાનક થતાં મોતના કિસ્સા દરરોજ સામે આવી રહ્યા છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. રાજ્યમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ઈમરજન્સી કેસ અને શ્વાસ લેવામાં થતી સમસ્યા તથા હાઈફિવરના કેસમાં જંગી ઉછાળો આવ્યો છે.
કાર્ડિયાકને લગતા દરરોજના 215 જેટલા કોલ્સ એમ્બ્યુલન્સને મળ્યા
108 ઈમરજન્સી એમ્બ્યુલન્સના ડેટા પ્રમાણે સપ્ટેમ્બર 2022ની સરખામણીએ સપ્ટેમ્બર 2023માં હ્રદય રોગ-કાર્ડિયાકને લગતા કોલ્સમાં 22.63 ટકાનો વધારો થયો છે. એટલે કે સપ્ટેમ્બર 2022માં હ્રદય રોગ-કાર્ડિયાકને લગતા 5253 ફોન આવતા હતા. જ્યારે સપ્ટેમ્બર 2023માં રોગ-કાર્ડિયાકને લગતા 6442 કોલ્સ આવ્યા છે. એકંદરે 22.63 ટકા કોલ્સ વધ્યા છે. સપ્ટેમ્બર 2023માં કાર્ડિયાકને લગતા દરરોજના 215 જેટલા કોલ્સ એમ્બ્યુલન્સને મળ્યા છે.