- ભાજપના તમામ 8 ઉમેદવારો અને સમાજવાદી પાર્ટીના 2 ઉમેદવારોની જીત
- સમાજવાદી પાર્ટીના ઉમેદવાર જયા બચ્ચનને મળ્યા સૌથી વધુ વોટ
- સીએમ યોગી આદિત્યનાથે પોતાના વિજેતા ઉમેદવારોને પાઠવ્યા અભિનંદન
ઉત્તર પ્રદેશની 10 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આ ચૂંટણીમાં ભાજપના તમામ 8 ઉમેદવારોની જીત થઈ છે અને સમાજવાદી પાર્ટીના માત્ર બે ઉમેદવારો જીત્યા છે. આ ચૂંટણીમાં સપાના ઉમેદવાર જયા બચ્ચનને સૌથી વધુ 41 વોટ મળ્યા છે. આ સાથે સપાના બીજા ઉમેદવાર રામજી લાલ સુમનને 40 વોટ મળ્યા છે. જો કે, સપાના ત્રીજા ઉમેદવાર આલોક રંજન માત્ર 19 મત મેળવી શક્યા અને સપાના ધારાસભ્યોના ક્રોસ વોટિંગને કારણે, સપાના 8માં ઉમેદવાર સંજય સેઠ 29 મત મેળવીને જીત્યા.
સપાએ સાંસદ જયા બચ્ચન, નિવૃત્ત IAS અધિકારી અને યુપીના પૂર્વ મુખ્ય સચિવ આલોક રંજન અને દલિત નેતા રામજી લાલ સુમનને રાજ્યસભાની ચૂંટણીમાં ઉતાર્યા હતા. જેમાંથી આલોક રંજનનો પરાજય થયો છે. સમાજવાદી પાર્ટીના સાત ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને ભાજપના તમામ ઉમેદવારોને વિજય અપાવ્યો હતો. જ્યારે, માત્ર બસપાના ધારાસભ્યએ ભાજપને વોટ આપ્યો હતો.
જણાવી દઈએ કે, રાજ્યસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશની 10 સીટો માટે કુલ 11 ઉમેદવારો મેદાનમાં હતા. સમાજવાદી પાર્ટી (SP) એ ત્રણ ઉમેદવારો ઉભા રાખ્યા હતા જ્યારે ભાજપે અગાઉ સાત ઉમેદવારો ઉભા રાખ્યા હતા પરંતુ પાછળથી તેણે સંજય સેઠના રૂપમાં આઠમો ઉમેદવાર ઉતાર્યા હતા, જેના કારણે ચૂંટણી જરૂરી બની ગઈ હતી.
રાજ્યસભાની ચૂંટણીમાં કોને મળ્યા કેટલા મત?
સુધાંશુ ત્રિવેદી (ભાજપ) – 38 મત
આરપીએન સિંહ (ભાજપ) – 37
તેજવીર સિંહ (ભાજપ) – 38 મત
નવીન જૈન (ભાજપ) – 38 મત
સાધના સિંહ (ભાજપ) – 38 મત
સંગીતા બળવંત (ભાજપ) – 38 મત
અમરપાલ મૌર્ય (ભાજપ) – 38 મત
રામજી લાલ (સમાજવાદી પાર્ટી) – 40 મત
જયા બચ્ચન (સમાજવાદી પાર્ટી) – 41
આલોક રંજન (સમાજવાદી પાર્ટી) – 19 મત
તો, ભાજપના ઉમેદવારોની જીત બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ વિજેતા ઉમેદવારોનું સન્માન કર્યું છે. આ સાથે સીએમ યોગીએ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા છે. સીએમ યોગીની સાથે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને યુપી ભાજપ પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ પણ અભિનંદન પાઠવ્યા છે.


