આગામી 12 ડિસેમ્બરે કોર્પોરેશનની સ્થાયી સમિતીની બેઠક મળશે જેમાં સૌથી ચર્ચાની દરખાસ્તોમાં કોર્પોરેશનના તમામ કર્મચારીઓ માટે યુનિફોર્મની દરખાસ્તનો સમાવેશ થાય છે.
યુનિફોર્મ ખરીદવાની દરખાસ્ત કરાઇ
સ્થાયી સમિતીની બેઠકમાં કોન્ટ્રાક્ટર વેંકટેશ સેફ્ટી મેનુ. કંપની પાસેથી 5.74 ટકાના વધુ ભાવે 28988337 રુપિયાના ખર્ચે યુનિફોર્મ ખરીદવાની દરખાસ્ત કરાઇ છે.
5.74 ટકા વધુના ભાવે 28988337 રુપિયાના ખર્ચે ખરીદી
દરખાસ્ત મુજબ કોર્પોરેશનના વર્ગ 1થી 4 ના તમામ કર્મચારીઓ માટેયુનિફોર્મ ખરીદ કરવાના કામે ઇજારદાર વેંકટેશ સેફ્ટી મેનુ.કંપની પાસેથી અંદીજત રકમથી 5.74 ટકા વધુના ભાવે 28988337 રુપિયાના ખર્ચે ખરીદી કરવાની છે.
સત્તા કમિશનરને આપવાની દરખાસ્ત
દરખાસ્ત મુજબ વધુ જથ્થો ખરીદ કરવાની જરુરીયાત પડે તેવા સંજોગોમાં પણ ખરીદી કરવા માટેની સત્તા કમિશનરને આપવાની દરખાસ્ત કરાઇ છે.
અન્ય આ દરખાસ્તો પણ રજૂ
ઉપરાંત ઇલે.મિકે શાખા માટે પંપ સેટ ખરીદવા 3 ટકાના વધુ ભાવે ખરીદવાની દરખાસ્ત કરાઇ છે તો પશ્ચમ ઝોન માટે ઓપરેટરો અને મજૂરો લેવાના કામે વાઇટલ ફેસિલીટી પ્રા લીને 140 લાખની નાણાંકીય મર્યાદામાં વધુ 35 લાખની નાણાંકિય મર્યાદાનો વધારો કરી 175 લાખની નાણાંકિય મર્યાદા કરવાની અને ઇજારાની મુદત ત્રણ માસ લંબાવાની દરખાસ્ત કરાઇ છે. તથા વહિવટી વોર્ડ નંબર 9 આઇમાં પાણી પુરવઠા વિતરણ શાખા (પશ્ચિમ ઝોન) માટે વધારો કરીને 105 લાખની નાણાંકિય મર્યાદા કરવા અને વાર્ષિક ઇજારાની મુદત વધુ 3 માસમાં લંબાવવાની ભલામણ કરાઇ છે. ઉપરાંત છાણી યુપીએચસીના ફાર્માસીસ્ટ સાહિલ નલીનભાઇ શ્રીમાળીને અમદાવાદ મહાનગરપાલિકામાં પ્રતિનિયુક્તીના ધોરણે ફરજો બજાવા મોકલવાની દરખાસ્ત કરાઇ છે. સ્થાયી સમિતીમાં 14 દરખાસ્તો કરાઇ છે.
આ પણ વાંચો— Gujarat Flashback 2025 : આ વર્ષે લોકોની દિવાળી સુધરી હતી, GST 2.0 ના અમલથી લોકોને થયો ફાયદો


