By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

agragujaratnews
Last updated: 2024/04/02 at 8:56 PM
2 years ago
Share
ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે
SHARE

રર જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સમયે ઉઠેલો

પ્રચંડ ઉત્સાહ આજે ઓસરી કેમ ગયો ?

લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમા ઉમેદવારોની પસંદગી સાથે સતાનું રણમેદાન બન્યુ ગુજરાત

વડોદરા,સાબરકાંઠા,અમરેલી,રાજકોટ,જૂનાગઢ સહિત અનેક સેન્ટર આજે ધુંધવાટમાં છે

રર જાન્યુઆરી ર૦ર૪ના રોજ અયોધ્યા ખાતે રામમંદિરનો પ્રાણપ્રતિષ્ઠ મહોત્સવ યોજાયો ત્યારે દેશભરમાં જે રામભકિતનો જુવાળ ઉઠયો હતો તે કલ્પનાતિત હતો.અયોધ્યા રામમંદિર માટે અડવાણીજીની રથયાત્રાથી માંડી પી.એમ. મોદીના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભાજપનું યોગદાન સૌથી મહત્વનું રહયુ. કાનુની ક્ષેત્રમાં પણ મંદિર સામે કદી પડકાર ન ફેંકાય એ રીતે ન્યાયિક ચુકાદા માટે લડત સફળ રહી.લોકસભાની ચૂંટણી પૂર્વે જાણે કે ભારતિય જનતા પાર્ટી માટે લાલજાજમ દેશભરમાં પથરાઇ ગઇ હોય તેવું લાગતું હતું. આ લોકઉત્સાહના આકલન બાદ જ ભાજપના હાઇકમાન્ડે અબ કી બાર ૪૦૦ કે પાર સૂત્ર પણ વહેતું કરી દીધુ. પરંતુ રર જાન્યુઆરી ર૦ર૪ અને ર એપ્રિલ ર૦ર૪ માત્ર ૯૦ દિવસમાં સર્યુ નદીમાં ઘણા નીર વહી ગયા. ઘડિયાળના કાંટા સતત ફરતાં રહયા. સમયના ચક્રમાંથી ઘટનાઓના જે મણકા છુટ્ટા પડયા તે ઘટનાઓએ નવા નવા આઘાત પ્રત્યાઘાત પાડયા.

Contents
રર જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સમયે ઉઠેલોપ્રચંડ ઉત્સાહ આજે ઓસરી કેમ ગયો ?લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમા ઉમેદવારોની પસંદગી સાથે સતાનું રણમેદાન બન્યુ ગુજરાતવડોદરા,સાબરકાંઠા,અમરેલી,રાજકોટ,જૂનાગઢ સહિત અનેક સેન્ટર આજે ધુંધવાટમાં છે

સૌ પ્રથમ જોઇએ તો કોંગ્રેસ અને વિપક્ષને નિષ્પ્રાણ કરવાના આશયથી વિપક્ષી નેતાઓ અને વિપક્ષો સામે કરવામાં આવેલી વિવિધ એજન્સી ઇ.ડી., સી.બી.આઇ. આવકવેરા વગેરેની કાર્યવાહિએ સરકારની નીતિ રીતિ સામે સમાજના એક વર્ગમાં સવાલ પેદા કર્યા. બીજી બાબત પક્ષમાં આમૂલ પરિવર્તન કરવા માટે લગભગ તમામ રાજયોમાં કોંગ્રેસ તથા જે તે રાજયોમાં ભાજપ મજબુત હોય કે નબળી એ રાજયના વિપક્ષી નેતાઓને ભાજપમાં જોડવાની ઝૂંબેશ. ત્રીજી બાબત ભારતિય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવારો અને જે રાજયોમાં વિધાનસભાની પેટા ચૂંટણી અને ચૂંટણીઓ છે ત્યાં મોટા પાયે પક્ષાંતર કરાવી જે તે આયાતી ઉમેદવારોને ભાજપમાં જોડી ટિકિટ આપવાનું અભિયાન કરવામાં આવ્યુ તે. ચોથી અને ખુબ જ મહત્વની બાબત ઇલેકટરોલ બોન્ડની વિગતો જાહેર કરવા માટે સુપ્રિમ કોર્ટે આદેશ જાહેર કર્યા બાદ કોર્પોરેટ અને ભાજપ સહિતના પક્ષો વચ્ચેના આર્થિક વ્યહવારો ખુલ્યા તે બાબત. તેની પેટા બાબત તરીકે જે તે કંપનીઓમાંથી ચોકકસ કંપનીઓએ ઇ.ડી. અને સી.બી.આઇ. જેવી એજન્સીઓની ધોંસ બાદ ચૂંટણી ફંડમાં નાણા આપ્યા એ બાબતે ભાજપ પણ દુધે ધોયેલો નથી એવા આક્ષેપ કરવાની કોંગ્રેસને દસ્તાવેજી તક મળી.

ભારતિય જનતા પાર્ટી રાષ્ટ્રવાદી, રામભકત અને પાર્ટી વીથ ડિફરન્સ સહિતના મુખ્ય મુદાઓ સાથે બહુમતી હિન્દુસમાજ સાથે કનેટક હતો. આ પક્ષે રાજકારણના નવા યુગનો પ્રારંભ કર્યો. આ માટેની પ્રયોગશાળા મુખ્યત્વે ગુજરાત અને ઉતરપ્રદેશ રાખવામાં આવી. આ પ્રયોગશાળામાં નેતાઓની કદાચ દુરંદેશી હશે પરંતુ ભાજપને તળેટીએથી ટોચ ઉપર પહોંચાડનાર કાર્યકરો અને નેતાઓ  હાંસિયામા ધકેલાયા તેનું પરિણામ હવે જોવા મળે છે. ભાજપ ગુજરાતમાં ર૬માંથી ર૬ બેઠક લડે છે. ગત વર્ષે તમામ ર૬ બેઠકો મેળવી હતી. આ વખતે ર૬ બેઠક પાંચ લાખથી વધુની લીડ સાથે જીતવાનો ભાજપનો નિર્ધાર છે. પરંતુ આજે ર૬માંથી અંદાજે અડધો ડઝન બેઠક ઉપર ભાજપમાં આંકતરિક અસંતોષની આગ લપકે છે. જેમાં સૌ પ્રથમ બે બેઠકની વાત કરીએ. વડોદરા અને રાજકોટ બેઠક. આ બન્ને બેઠક ઉપર પી.એમ. મોદીનું કનેકશન છે. રાજકોટ બેઠક ઉપર વડાપ્રધાન તેમની રાજકીય જીવનની પ્રથમ ચૂંટણી લડી અને ધારાસભ્યપદ મેળવ્યુ હતું. ત્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતાં. બીજુ વડોદરા બેઠક. જયાં પી.એમ. મોદીએ  લોકસભાની ચૂંટણીમાં યશસ્વી વિજય મેળવ્યો હતો. વડાપ્રધાનની વિરાસત જેવી આ બન્ને બેઠકો આજે વિવિધ કારણોસર વિવાદમાં સળગે છે. વડોદરામા પાર્ટીએ જાહેર કરેલાં લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટની ઉમેદવારી પાછી ખેંચાઇ. ડો.ચિરાગ જોશીને તેમનાં સ્થાને ઉમેદવારી કરવાની જાહેરાત થઇ. આમ છતાં હજુ વડોદરાનો મામલો પૂરો થાળે નથી પડયો.

બીજુ રાજકોટમાં કેન્દ્રિય મંત્રી પરશોતમ રૂપાલાને ટિકિટ આપવામાં આવી. તેમને ટિકિટ આપવામાં આવી ત્યારે જ સ્થાનિક દાવેદાર નેતાઓના મોં પડી ગયા હતાં. પરંતુ લાફા મારીને મોં લાલ રાખવાની કોશિષ થઇ. આ બધી ભાંજગડમાં રૂપાલાજીની જીભ લપસી અને ક્ષત્રિય સમાજના દિલને ઠેસ પહોંચે એવુ વિધાન થઇ ગયુ.જબ્બર વિરોધ થયો. જેને અસંતુષ્ઠોની મદદથી હવા મળી.આમ રાજકોટ બેઠક પણ હાલ વિવાદમા સપડાઇ ગઇ. અમરેલી બેઠકમાં તો પૂર્વ સાંસદ કાછડિયાએ પોતાને ટિકિટ મળશે એ ગણતરીએ કાર્યાલય પણ ખોલી નાંખ્યુ હતું. પરંતુ ભાજપે ભરત સુતરીયાને ટિકિટ આપી. આથી કાછડિયા ગિન્નાયા. આ વિરોધનો મામલો મારા મારી સુધી પહોંચ્યો. હાલ તુરંત ડેમેજ મેનેજમેન્ટ થયુ છે. પરંતુ મન ખાટા થઇ ગયા છે. જૂનાગઢમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા સામે લોહાણા સમાજે જાહેર નિવેદન કર્યુ છે. લાડાણીને માણાવદર બેઠક ઉપર ટિકિટ આપી ત્યાં પણ જવાહર ચાવડાની નારાજગી ચાલતી હોવાના અહેવાલ છે.ગુજરાતમાં આણંદ,વલસાડ,સાબરકાંઠા,બનાસ કાંઠા,મહેસાણા સહિતના શહેરોમાં પણ આંતરિક વિરોધ ચાલે છે.

એકંદરે  રામ મોજાની અસર ઘટી ગઇ છે. અને આયાતીની અસર વધી છે. જે કારણે હજુ ચૂંટણી માહોલ ભાજપની બાજુએ પૂરો જામતો નથી. સામે કોંગ્રેસ ઉપર સંજીવની છાંટવાનું કામ થયુ છે. અનેક બેઠક ઉપર કોગ્રેસ જીતનો દાવો કરી રહી છે. આપના ઉમેદવાર ચૈતર વસાવાના વિજય વિષે તો દેશના મિડિયામાં પણ અટકળો થવા માંડી છે. એકંદરે ગુજરાતને ભાજપની પ્રયોગશાળા બનાવવા જે પ્રયોગો થયા છે તે સફળ થશે કે લેબોરેટરીમાં ઓપરેશન દરમિયાન જ દર્દી ડચકાં ખાઇ જશે તે સમય બતાવશે.

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

કે.અન્નામલાઇ : દક્ષિણ ભારતનો ઉભરતો રાજકિય સિતારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
રાજકોટ

ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર

Editor By Editor 2 days ago
BCG ચૂંટણીમાં જે.જે. પટેલ અને એ.એ. અંસારી વિજેતા, હવે બગડાની ગણતરી પર સૌની નજર
 નવનાત વણિક સમાજ દ્વારા દિકરા-દિકરીઓ માટે તા.૨૯મીએ પરિચય મેળો
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?