By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 day ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    3 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    4 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    7 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

agragujaratnews
Last updated: 2024/04/03 at 8:43 PM
2 years ago
Share
ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ
SHARE

લોકસભાની ચૂંટણી જાહેર થયાને ૧૮ દિવસ થયા છતાં હજુ રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા નથી :ચૂંટણી પ્રચારમાં ગરમી કેમ નથી આવતી ?

રાજકારણમાં પણ હવે પેટર્ન બદલાય છે : કોઇને લાંબો પ્રવાસ,કાર્યકરોની ઝંઝટ અને ખર્ચા કરવા ગમતાં નથી !

૧૬ માર્ચ ર૦ર૪ના રોજ લોકસભાની ચૂંટણીની જાહેરાત થઇ. ગુજરાતમાં ૭મી મેના રોજ મતદાન છે. ભારતિય જનતા પાર્ટીએ તેમના ઉમેદવાર ર૬ બેઠક ઉપર જાહેર કરી દીધા છે. કોંગ્રેસના આઠ બેઠક ઉપર જાહેર કરવાના બાકી છે. બે થી ત્રણ જગ્યાએ આમ આદમી પાર્ટી ઇન્ડિયા સાથેની સમજુતી મુજબ ચૂંટણી લડી રહી છે. સૌરાષ્ટ્રના રાજકિય એ.પી. સેન્ટર જેવા રાજકોટમાં કોંગ્રેસે ચૂંટણી જાહેર થયાના ૧૮ દિવસ વિતિ ગયા છતાં ઉમેદવાર જાહેર કર્યા નથી.કોંગ્રેસમાં ભાંજગડ એટલી છે કે,એકની પસંદ કરે તો ચાર નારાજ થાય. ગઇ કાલે રાજકોટમાં કોંગ્રેસની બેઠક મળી હતી. પરંતુ તેમાં પણ અગ્રણીઓ વચ્ચે ખટરાગ થઇ ગયો.

Contents
લોકસભાની ચૂંટણી જાહેર થયાને ૧૮ દિવસ થયા છતાં હજુ રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા નથી :ચૂંટણી પ્રચારમાં ગરમી કેમ નથી આવતી ?રાજકારણમાં પણ હવે પેટર્ન બદલાય છે : કોઇને લાંબો પ્રવાસ,કાર્યકરોની ઝંઝટ અને ખર્ચા કરવા ગમતાં નથી !

ભારતિય જનતા પાર્ટીએ રાજકોટમાં ઉમેદવાર તરીકે પરસોતમ રૂપાલાને જાહેર કર્યા. તેમનું ભવ્ય સ્વાગત કર્યુ અનેક સ્તાઓ ઉપર જુના નવા કાર્યકરો ઉભરાયા. પરંતુ અચાનક શું થયુ કે પ્રચારનો એ ગરમાવો અદ્રશ્ય થઇ ગયો. જ્ઞાતિ સંગઠનોના જમણવાર અને મેળાવડાં ચાલું હતાં પરંતુ ભૂતકાળમાં ભાજપની જે સર્વગ્રાહિ પ્રચારમાં છવાઇ જવાની નીતિ હતી.રસ્તા ઉપર જે રીતે નેતાઓ અને કાર્યકરો વોર્ડવાર ઝંડી વિતરણ,ખેસ પહેરાવવા સહિતના કાર્યક્રમ કરતાં હતાં તે હજુ શરૂ થયુ નથી.

કહેવાય છે કે ઉમેદવાર ઉમેદવારી પત્રક ભરે ત્યાર બાદ ભાજપ 3૬૦ ડીગ્રી પ્રચાર કરશે.વાસ્તવમાં રૂપાલાનું ડેમેજ મેનેજમેન્ટ કરવાનો સમય એક અઠવાડિયા પૂર્વે હતો. પરંતુ અગમ્ય કારણસર ઘેરી ચુપકીદી ચાલે છે. આ માટે છાને ખુણે ચોકડીનું નામ દેવાય છે. તેમણે પ્રચારની ટ્રેન ઇરાદા પૂર્વક ડિરેઇલ કરી છે એવી પણ ચર્ચાએ જોર પકડયુ છે.  મિડિયાની આગમાં ઘી હોમવામાં પણ કેટલાક મહત્વાકાંક્ષીઓએ કામ કર્યાની હવે ભાજપના આંતરિક વર્તુળોમા ખુલ્લંખુલ્લા વાત થાય છે.

જો કે, બીજી બાજુ એક સ્ટ્રોંગ વાત એવી આવે છે કે વહેલો પ્રચાર ન કરવો અને ઉમેદવાર ઉમેદવારી કરે ત્યારથી જ ભાજપનો પ્રચાર જોર શોરથી શરૂ કરવો એવી વ્યુહ રચના હતી. જેને ઉમેદવારનું પણ એપ્રુવલ હતું. આમ કરવા પાછળ લિમિટેડ બજેટમાં ચૂંટણી લડાય,કાર્યકરો સાથેની રોજની કવાયત, પ્રવાસો, મતદારો સાથેની ઝંઝટ ઝડપી રાઉન્ડમાં પૂરી થઇ જાય. ઉમેદવાર જયાં રૂબરૂ ન પહોંચી શકે ત્યાં પક્ષનો પ્રચાર પહોંચી જાય. ખાસ કરીને વડાપ્રધાન મોદીને નામે ચૂંટણી લડવાની હોવાથી મિડિયાના માધ્યમથી અને સૌથી વધુ ભાજપને જેમાં અત્યાર સુધી ભરોસો હતો તે પોતાના સોશિયલ મિડિયા નેટવર્ક થકી ટી ટવેન્ટી મેચની માફક થોડા દિવસોમાં તેમના તરફી માહોલ કરવાની નેમ હતી.

રાજકોટની વાત કરીએ તો ભાજપની આ પ્રયોગ શાળામાં આ પ્રયોગ નિષ્ફળ ગયો છે. એટલું જ નહિ આ પ્રયોગ પણ જોખમી સાબિત થયો છે. અત્યાર સુધીમાં પાર્ટીને જે નુકસાન ગયુ છે તે કલ્પનાતિત છે. કદાચ હવે પાર્ટી જાગશે.

કોંગ્રેસની વાત કરીએ તો રાજકોટ સહિતના સ્થળે  ચૂંટણી જાહેર થયાને ૧૮ દિવસ થઇ ગયા હોવા છતાં ઉમેદવાર પણ જાહેર નથી કર્યા. કોંગ્રેસ બે રીતે આ બાબતનો બચાવ કરે છે. એક તો તેમની પાસે ફંડ નથી. સરકારે કોંગ્રેસના ખાતા સીઝ કર્યા છે. એટલે ગાંઠના ખર્ચે ચૂંટણી લડવા કોઇ ઉમેદવાર તૈયાર નથી થતાં. બીજી બાજુ એવું પણ કહેવાય છે કે આ વખતે કોંગ્રેસ ઉમેદવારોની પસંદગીમા ખુબ સાવધ અને ચીવટ છે. ભુતકાળના નેતાઓની માફક ટિકિટ વેંચાતી નથી. આ બન્ને મુદા સાથે કોંગ્રેસ આર્થિક રીતે પણ સક્ષમ નથી. ભાજપ સામે લાંબો સમય ચૂંટણી પ્રચારના ખર્ચા કરી શકે તેમ નથી. આથી લાંબા ટેસ્ટ મેચને બદલે ચૂંટણીના મેદાનમાં બન્ને રાજકિય પક્ષો ટી-ટવેન્ટી રમવાના મતમાં છે.

સૌથી મહત્વનું કારણ એ છે કે ટોચના નેતાઓ ઉમેદવાર સિવાય લાંબા ગાળાની દોડધામ પસંદ કરતાં નથી. તેમના રોજીંદા જીવનમાં એટલા વૈભવ અને કમ્ફર્ટ આવી ગયા છે કે મેદાનમા જઇને ચૂંટણી લડવાને બદલે સોશિયલ મિડિયા ઉપર ડિપેન્ડ થઇ ગયા છે. સભા તો મોટા નેતાઓ જ કરે. ગલી સભા અને બેઠકો બંધ થઇ

ગઇ છે. એ બધું એક સાથે અને થોડા સમયમાં નિપટાવી દેવાનું હવે નેતાગીરી પણ પસંદ કરતી થઇ ગઇ છે. ભાજપની બાજુએ થોડો આત્મવિશ્વાસ પણ ચૂંટણી પ્રચારમાં ગરમી નથી. લાવતો. એકંદરે ચૂંટણી પ્રચાર માટે હવે ટી ટ્વેન્ટી ફોર્મેટ પસંદ થવા માડયુ છે.

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

કે.અન્નામલાઇ : દક્ષિણ ભારતનો ઉભરતો રાજકિય સિતારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્વ.ડોલીબેન પારેખની તૃતીય પુણ્યતિથિ નિમિતે પરિવાર દ્વારા સ્લીપર અને છાસ વિતરણ
રાજકોટ

સ્વ.ડોલીબેન પારેખની તૃતીય પુણ્યતિથિ નિમિતે પરિવાર દ્વારા સ્લીપર અને છાસ વિતરણ

Editor By Editor 3 days ago
ખેત મજૂરના ચાર વર્ષના બાળક પર દીપડાનો જીવલેણ હુમલો.:આણંદપુરમાં ઘરમાં કીડીઓ નીકળતા બહાર સૂવા ગયેલા પરિવાર પાસે સુતેલા બાળક પર દીપડાનો ત્રાટક્યો, ચાર વર્ષના માસૂમનું મોઢું ફાડી ખાધું.
પુત્રના લગ્નની ખુશીમાં શોકનો છાયો : ‘હિટ એન્ડ રન’માં ઘાયલ પિતાનું પાંચ દિવસ પહેલાં મોત
ઓગષ્ટ મહિનામાં આભમાંથી વરસશે અનરાધાર વરસાદ
રાજકોટમાં મોટું સાયબર કૌભાંડ: PGVCLના MD બની ઠગોએ ઉડાવ્યા ₹45.60 લાખ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?