By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    1 day ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    5 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 weeks ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: જમીન, પ્લોટ અને ફ્લેટના નામે 6.45 કરોડથી વધુનું ફુલેકું ફેરવ્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

જમીન, પ્લોટ અને ફ્લેટના નામે 6.45 કરોડથી વધુનું ફુલેકું ફેરવ્યું

Editor
Last updated: 2026/11/07 at 2:20 PM
1 hour ago
Share
જમીન, પ્લોટ અને ફ્લેટના નામે 6.45 કરોડથી વધુનું ફુલેકું ફેરવ્યું
SHARE

અમદાવાદના નવરંગપુરામાં પોપટ દંપતીનો કરોડોનો ખેલ..

જમીન, પ્લોટ અને ફ્લેટના નામે 6.45 કરોડથી વધુનું ફુલેકું ફેરવ્યું

3 વેપારીઓ ભોગ બન્યા ; સાણંદના બે પ્લોટના સોદામાં રૂ.2.34 કરોડ બાકી રાખ્યા, અસારવામાં બેંકમાં મોર્ગેજ જમીન પધરાવી રૂ.2.50 કરોડ પડાવ્યા, બિલ્ડિંગ મટિરિયલના વેપારીને પણ રૂ.3.61 કરોડનો ચૂનો લગાવ્યો

પતિ ભરત પોપટ, પત્ની હર્ષા પોપટ, પુત્ર જીલ પોપટ સહિત પરિવારજનો અને સાગરીતો સામે ત્રણ અલગ-અલગ ફરિયાદો નોંધાતાં નવરંગપુરામાં ખળભળાટ

અગ્ર ગુજરાત, અમદાવાદ

અમદાવાદના પોશ વિસ્તાર નવરંગપુરામાં પ્રોપર્ટી અને બિલ્ડિંગ મટિરિયલના વેપારના નામે વેપારીઓને વિશ્વાસમાં લઈ કરોડો રૂપિયાની રકમ સેરવી લેવાના ત્રણ અલગ-અલગ કિસ્સા સામે આવતાં ચકચાર મચી ગઈ છે. જમીન-મિલકતના સોદા, પ્લોટની ખરીદી, બેંકમાં મોર્ગેજ રાખેલી જમીન અને બિલ્ડિંગ મટિરિયલના બદલામાં દુકાનો-ફ્લેટ આપવાની લાલચ… આવી જુદી જુદી તરકીબો અજમાવી વેપારીઓને આર્થિક રીતે ખંખેરી નાખ્યાના ગંભીર આક્ષેપો સાથે નવરંગપુરા પોલીસ મથકમાં ત્રણ ફરિયાદો નોંધાઈ છે. આ ત્રણેય ફરિયાદોમાં ભરતકુમાર પ્રાણલાલ પોપટનું નામ મુખ્ય આરોપી તરીકે સામે આવ્યું છે. પ્રથમ ફરિયાદમાં તેની પત્ની હર્ષાબેન પોપટ અને વિલેશ શેઠ, બીજી ફરિયાદમાં પાર્થ બારોટ, જીલ પોપટ અને પરાગ શાહ, જ્યારે ત્રીજી ફરિયાદમાં પુત્ર જીલ પોપટની સંડોવણીનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ત્રણેય ફરિયાદોની વિગતોને એકસાથે જોવામાં આવે તો વેપારીઓને વિશ્વાસમાં લેવાની, મિલકતના આકર્ષક સોદા બતાવવાની, એડવાન્સ અને અન્ય માધ્યમોથી નાણાં મેળવવાની તથા ત્યારબાદ મિલકતનો દસ્તાવેજ કે નાણાં પરત કરવામાં ગલ્લાંતલ્લાં કરવાની એક સરખી કાર્યપદ્ધતિ હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ફરિયાદો મુજબ કુલ રૂ.6.45 કરોડથી વધુની રકમ અને બિલ્ડિંગ મટિરિયલના વ્યવહારોમાં વેપારીઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. એક તરફ કરોડોના સોદાની વાતો અને બીજી તરફ વેપારીઓના નાણાં પરત કરવામાં વિલંબ થતાં આખરે મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે.
સૌપ્રથમ વર્ષ 2011થી ચાલતા પ્લોટના વ્યવહારમાં 63 વર્ષીય વેપારી સંજય જયંતીલાલ મહેતાને રૂ.2.34 કરોડનું નુકસાન થયાનો આક્ષેપ છે. બોપલમાં રહેતા સંજય મહેતા જમીન અને બિલ્ડિંગ મટિરિયલની ખરીદ-વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વર્ષ 2011ના અરસામાં તેમની ભરતકુમાર પોપટ સાથે વેપારી તરીકે ઓળખાણ થઈ હતી. ત્યારબાદ ભરતકુમારે પોતાની પત્ની હર્ષાબેન અને બિઝનેસ પાર્ટનર વિલેશ પ્રફુલચંદ્ર શેઠ સાથે પણ ઓળખાણ કરાવી હતી. આ ઓળખાણ ધીમે ધીમે વેપારી સંબંધોમાં ફેરવાઈ હતી અને સાણંદ તાલુકાના મણિપુર ગામે આવેલી ‘સુરધારા રેસિડેન્શિયલ પ્લોટ્સ’ સ્કીમના પ્લોટ નંબર 37 અને 38નો સોદો કરવામાં આવ્યો હતો.
ફરિયાદ મુજબ આ બંને પ્લોટ સુવાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ પાસેથી ખરીદેલા હોવાનું જણાવી ભરત પોપટે પ્લોટ વેચવાની તૈયારી દર્શાવી હતી. બંને પ્લોટની કુલ વેચાણ કિંમત રૂ.4.44 કરોડથી વધુ નક્કી કરવામાં આવી હતી. સોદા મુજબ એડવાન્સ પેટે રૂ.1.25 કરોડ ચૂકવવામાં આવ્યા હતા અને બાકીની રકમ સામે આઠ મહિના સુધી બિલ્ડિંગ મટિરિયલ આપવાનું નક્કી થયું હતું. એટલું જ નહીં, નાણાંની સુરક્ષા માટે ધી સોશિયલ કો-ઓપરેટિવ બેંકના અલગ અલગ ચેક પણ આપવામાં આવ્યા હતા. શરૂઆતમાં વિશ્વાસ જળવાઈ રહે તે માટે બિલ્ડિંગ મટિરિયલ આપવાનું શરૂ કર્યું હતું, પરંતુ ફરિયાદીના જણાવ્યા મુજબ માત્ર રૂ.71.86 લાખનું મટિરિયલ અને રૂ.13.73 લાખ રોકડ ચૂકવ્યા બાદ બાકીની રકમ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. આમ, કુલ રૂ.2.34 કરોડની રકમ બાકી રહી જતાં સંજય મહેતાએ ઉઘરાણી શરૂ કરી હતી. જોકે, આરોપીઓ તરફથી જુદી જુદી પ્રોપર્ટી બતાવી તેના સોદા કરી આપવાના વાયદા કરવામાં આવતા રહ્યા હતા. બીજી તરફ, સિક્યોરિટી પેટે આપવામાં આવેલા ચેક બેંકમાં જમા કરાવવા જતાં તેમાં અગાઉથી જ સ્ટોપ પેમેન્ટ કરાવેલું હોવાનું બહાર આવ્યું હતું. વર્ષ 2011થી ચાલતો આ વ્યવહાર લાંબા સમય સુધી વિશ્વાસના આધારે ચાલ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આખરે નાણાં નહીં મળતાં વેપારીએ નવરંગપુરા પોલીસનો દરવાજો ખખડાવ્યો હતો.
બીજા કિસ્સામાં જમીનના સોદામાં બેંકનું મોર્ગેજ છુપાવી રૂ.2.50 કરોડ પડાવી લેવાયાનો ગંભીર આક્ષેપ છે. સેટેલાઇટમાં રહેતા 37 વર્ષીય પાર્થ કમલેશભાઈ દોશી જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા છે. નવેમ્બર 2025માં તેમની ભરતકુમાર પોપટ સાથે વેપારી મિત્ર મારફતે ઓળખાણ થઈ હતી. ત્યારબાદ નવરંગપુરા સ્થિત સેતુ અવંતી કોમ્પ્લેક્સની ઓફિસે મુલાકાત દરમિયાન ભરત પોપટે અસારવા તાલુકાના મુઠીયા ગામની સીમમાં આવેલી કરોડોની કિંમતની જમીનનો સોદો બતાવ્યો હતો. અગાઉ જી.આઈ.ડી.સી. નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ તરીકે ઓળખાતી આ જમીન આશરે 5115 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી હતી.
ફરિયાદ મુજબ જમીનની બજારકિંમત રૂ.15 કરોડ હોવાનું જણાવી માત્ર રૂ.2.50 કરોડમાં સોદો કરાવી આપવાની લાલચ આપવામાં આવી હતી. એટલું જ નહીં, આ જમીન પોતાના નામે કરાવી આપ્યા બાદ અન્ય ખરીદદારને રૂ.18 કરોડમાં વેચાણ કરાવી આપવાની અને તેમાંથી કમિશન મેળવવાની પણ વાત કરવામાં આવી હતી. જમીન પસંદ આવ્યા બાદ ફરિયાદીએ સોદો કરવા સંમતિ દર્શાવી હતી. તા.18 નવેમ્બર 2025ના રોજ જમીનના માલિક પાર્થ બારોટ સાથે બાનાખત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રૂ.1 કરોડનો ચેક પાર્થ બારોટની કંપનીના ખાતામાં જમા કરાવવામાં આવ્યો હતો, જ્યારે બાકીના રૂ.1.50 કરોડમાંથી રૂ.1 કરોડ આંગડિયા મારફતે અને બાકીની રકમ રોકડમાં ભરત પોપટ, જીલ પોપટ અને પરાગ શાહને આપ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. જમીનનો દસ્તાવેજ થાય ત્યાં સુધી સિક્યોરિટી પેટે રૂ.25 લાખના ચાર ચેક પણ આપવામાં આવ્યા હતા. જોકે, જમીનનો દસ્તાવેજ કરવામાં વિલંબ થતાં ફરિયાદીને વિશ્વાસમાં રાખવા જમીન ઉપર તેમના નામની જાહેર નોટિસ લગાવવામાં આવી હતી. આ દરમિયાન તા.16 ડિસેમ્બર 2025ના રોજ અખબારમાં જમીનની હરાજી અંગે જાહેર નોટિસ પ્રસિદ્ધ થતાં સમગ્ર સોદાની હકીકત સામે આવી હતી. જમીન અગાઉથી જ આદિત્ય બિરલા ગ્રૂપ પાસે મોર્ગેજ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. ફરિયાદીનો આક્ષેપ છે કે આ હકીકત જાણતા હોવા છતાં જમીન વેચાણનો સોદો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જમીન મોર્ગેજમાંથી છોડાવી આપવાના વાયદા તો કરવામાં આવ્યા, પરંતુ આજદિન સુધી ન તો દસ્તાવેજ થયો કે ન તો રૂ.2.50 કરોડ પરત મળ્યા.
ત્રીજો કિસ્સો તો બિલ્ડિંગ મટિરિયલના વેપાર સાથે સંકળાયેલા વેપારીને દુકાનો અને ફ્લેટ આપવાની લાલચ આપીને રૂ.3.61 કરોડથી વધુના વ્યવહારમાં છેતરપિંડી થયાનો છે. પાલડી વિસ્તારમાં રહેતા હેમલ યોગેશકુમાર શાહે નોંધાવેલી ફરિયાદ મુજબ એપ્રિલ 2026થી ભરતકુમાર પોપટ અને તેના પુત્ર જીલ પોપટ સાથે વેપારી વ્યવહાર શરૂ થયો હતો. નવરંગપુરા સ્થિત સેતુ અવંતી કોમ્પ્લેક્સની ઓફિસે વેપારની વાતચીત દરમિયાન બિલ્ડિંગ મટિરિયલના બદલામાં અલગ અલગ પ્રોજેક્ટમાં મિલકતો આપવાની લાલચ આપવામાં આવી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ આરિવ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના નામે રૂ.37 લાખનું બિલ્ડિંગ મટિરિયલ મેળવવામાં આવ્યું હતું. આ ઉપરાંત અલગ અલગ મિલકતોના દસ્તાવેજ કરી આપવાના બહાને રૂ.25.20 લાખ રોકડા તથા રૂ.61,78,877ના ત્રણ ચેક મેળવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, કોટક મહિન્દ્રા બેંકના 18 કોરા ચેક પણ લેવામાં આવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્યારબાદ નયન રેડિસન-2, રૂદ્ર આઇકોન, સંકલ્પ ઇટર્નિટી અને શિવાંતા સ્કીમમાં દુકાનો તથા ફ્લેટ આપવાના વાયદા કરવામાં આવ્યા હતા. વારંવાર આશ્વાસનો આપવામાં આવતાં વેપારી લાંબા સમય સુધી વિશ્વાસમાં રહ્યા, પરંતુ મિલકતના દસ્તાવેજ ન થયા અને નાણાં, મટિરિયલ કે ચેક પણ પરત ન મળતાં આખરે ફરિયાદ નોંધાવવાની ફરજ પડી હતી. ફરિયાદ મુજબ આ વ્યવહારમાં કુલ રૂ.3.61 કરોડથી વધુની રકમનો પ્રશ્ન ઊભો થયો છે.
આમ, ત્રણ અલગ અલગ ફરિયાદોમાં પ્લોટ વેચાણ, મોર્ગેજ જમીન અને બિલ્ડિંગ મટિરિયલના બદલામાં મિલકત આપવાના સોદા સામે આવ્યા છે. ખાસ બાબત એ છે કે ત્રણેય પ્રકરણમાં નવરંગપુરાની ઓફિસો અને વેપારી ઓળખાણનો ઉપયોગ કરીને સોદા કરવામાં આવ્યા હોવાના આક્ષેપો છે. વર્ષો જૂના વ્યવહારથી લઈને 2026ના વ્યવહારો સુધી ફરિયાદીઓએ નાણાં અને માલસામાન આપ્યા બાદ મિલકત કે રકમ પરત ન મળ્યાનું જણાવ્યું છે. નવરંગપુરા પોલીસે ત્રણેય ફરિયાદોના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. દેસાઈની દેખરેખ હેઠળ તપાસમાં નાણાંની લેવડદેવડ, બેંક ખાતાં, ચેક, મિલકતોના દસ્તાવેજો અને અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકાની તપાસ મહત્ત્વપૂર્ણ બની રહેશે. કરોડોના આક્ષેપો વચ્ચે ભરત પોપટ સહિતના આરોપીઓની ભૂમિકા અને સમગ્ર વ્યવહારો પાછળનું નેટવર્ક તપાસમાં શું બહાર લાવે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

2011થી શરૂ થયેલો વિશ્વાસનો વ્યવહાર

* સંજય મહેતાની ભરત પોપટ સાથે વર્ષ 2011માં વેપારી તરીકે ઓળખાણ થઈ હતી.

* પ્લોટ નંબર 37 અને 38નો સોદો રૂ.4.44 કરોડથી વધુમાં નક્કી થયો હતો.

* એડવાન્સ પેટે રૂ.1.25 કરોડ ચૂકવાયા હતા.

* બિલ્ડિંગ મટિરિયલ અને રોકડ મળીને રૂ.85.60 લાખ જેટલી ચુકવણી થઈ હતી.

* ફરિયાદ મુજબ રૂ.2.34 કરોડ હજુ બાકી છે.

મોર્ગેજ જમીનનો સોદો કેવી રીતે થયો?

* સ્થળ: મુઠીયા ગામની સીમ, અસારવા તાલુકો.

* જમીનનું કુલ ક્ષેત્રફળ આશરે 5115.40 ચોરસ મીટર.

* સોદાની લાલચ: રૂ.15 કરોડની જમીન માત્ર રૂ.2.50 કરોડમાં.

* જમીનના માલિક: પાર્થ બારોટ.

* ફરિયાદ મુજબ જમીન આદિત્ય બિરલા ગ્રૂપમાં અગાઉથી મોર્ગેજ હતી.

* હરાજીની જાહેર નોટિસથી સમગ્ર મામલો સામે આવ્યો.

18 કોરા ચેક પણ લીધા હોવાનો આક્ષેપ

હેમલ શાહની ફરિયાદમાં માત્ર બિલ્ડિંગ મટિરિયલ અને રોકડ જ નહીં, પરંતુ ચેકના વ્યવહારો પણ ચર્ચામાં આવ્યા છે.

* રૂ.37 લાખનું બિલ્ડિંગ મટિરિયલ.

* રૂ.25.20 લાખ રોકડા.

* રૂ.61,78,877ના ત્રણ ચેક.

* કોટક મહિન્દ્રા બેંકના 18 કોરા ચેક.

* અલગ અલગ સ્કીમમાં દુકાનો અને ફ્લેટ આપવાના વાયદા.

ચાર સ્કીમનાં નામ સામે આવ્યાં

હેમલ શાહની ફરિયાદમાં મિલકત આપવાના વાયદા સાથે ચાર પ્રોજેક્ટનાં નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

* નયન રેડિસન-2

* રૂદ્ર આઇકોન

* સંકલ્પ ઇટર્નિટી

* શિવાંતા સ્કીમ

ફરિયાદીનો આક્ષેપ છે કે આ સ્કીમોમાં દુકાનો અને ફ્લેટ આપવાનું કહી વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા, પરંતુ દસ્તાવેજ કરવામાં આવ્યા નહોતા.

ત્રણ ફરિયાદમાં અલગ અલગ આરોપીઓ

ફરિયાદી (1)…સંજય મહેતા

આરોપી……ભરત પોપટ, હર્ષાબેન પોપટ, વિલેશ શેઠ

ફરિયાદી (2)..પાર્થ દોશી

આરોપી…….ભરત પોપટ, પાર્થ બારોટ, જીલ પોપટ, પરાગ શાહ

ફરિયાદી (3)હેમલ શાહ

આરોપી……ભરત પોપટ, જીલ પોપટ

તમામ આરોપીઓ સામેના આક્ષેપો ફરિયાદમાં જણાવ્યા મુજબ છે. તેમની સામેના આરોપો કોર્ટમાં પુરવાર થવાના બાકી છે.

પોલીસ તપાસમાં આ સવાલો મહત્ત્વના બનશે

* અલગ અલગ ફરિયાદોમાં થયેલા નાણાકીય વ્યવહારોની કડીઓ કેટલી એકબીજા સાથે જોડાયેલી છે?

* જમીન મોર્ગેજ હોવાની જાણ આરોપીઓને અગાઉથી હતી કે નહીં?

* સિક્યોરિટી ચેકમાં સ્ટોપ પેમેન્ટ ક્યારે અને શા માટે કરાવાયું?

* બિલ્ડિંગ મટિરિયલ કઈ કંપનીઓ અને વ્યક્તિઓને પહોંચાડવામાં આવ્યું?

* 18 કોરા ચેકનો ઉપયોગ થયો હતો કે નહીં?

* અન્ય વેપારીઓ પણ આવી જ રીતે ભોગ બન્યા છે કે કેમ?

આ તમામ મુદ્દાઓની તપાસથી સમગ્ર પ્રકરણમાં કેટલા લોકો સંડોવાયેલા છે અને નાણાંનો પ્રવાહ ક્યાં સુધી પહોંચ્યો છે તે સ્પષ્ટ થઈ શકશે.

 

You Might Also Like

માણસાના વાળમાંથી ગુજરાતમાં બનશે ઈથેનોલ!

વીમો નહી તો પેટ્રોલ-ડિઝલ પણ નહી : સુપ્રિમ આક્રમક

કિચનના લાઇવ દ્રશ્યો રિસેપ્શનમાં જ ગ્રાહકોને દેખાડવા કરાયા કડક આદેશ

રોડ પહોળો કરવા ડિમોલેશન થાય તો સિવિલ વૈકલ્પિક ઘરનો આદેશ કરી શકે નહી : હાઇકોર્ટ

મહિલાઓને રાજ્યભરમાં નાઇટ શિફ્ટની છૂટ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજધાનીમાં ગુંગણામણ કરતી હવા-માસ્ક ફરજીયાત
રાષ્ટ્રિય

રાજધાનીમાં ગુંગણામણ કરતી હવા-માસ્ક ફરજીયાત

Editor By Editor 1 hour ago
 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૧૨3૭ જગ્યા પર ભરતી કરાશે
દારૂના ગુનામાં છ વર્ષથી પોલીસને હાથતાળી આપતો રાજસ્થાની સપ્લાયર ઝડપાયો
રાજય સરકાર દ્વારા ૨૦૨૭ની રજાઓની યાદી જાહેર કરાઇ
સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?