અયોધ્યા નગરીમાં સુરક્ષા તંત્ર એલર્ટ : ચાર સ્તરીય ચેકીંગ વ્યવસ્થા : મોબાઇલ, હાથમાં પહેરવાની બંગડી વગેરે પ્રતિબંધીત
અયોધ્યા તા.૨૨ જાન્યુઆરી ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ રામ ભકતો નો પ્રવાહ પણ અવિરત આવતો જાય છે તેમજ ભગવાન શ્રી રામ હાલમાં જયા મૂર્તિ બિરાજમાન છે ત્યાં દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઈનો લાગે છે.અને મૂર્તિના દર્શન કરવા માટે ભકતોની ચાર જગ્યાએ સીકયુરીટી,પોલીસ તથા પેરામીલટરી ના જવાનો દ્વારા ચેકીંગ કરવામાં આવે ત્યાર બાદ રામ ભકતો હાલમાં જે જગ્યાએ મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે ત્યાં દર્શન કરી શકે છે.
અયોધ્યા નગરીમાં ભગવાન શ્રી રામ ની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની તારીખ જેમ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ સિક્યુરિટી વધારી દેવામાં આવી છે અને ખાસ કરીને હાલમાં જ્યાં રામ લલાનુ નવું નુતન મંદિરનું બાંધકામ ચાલી રહ્યું છે તેની બાજુમાં જ્યાં હાલ ભકતો રામ લલાના દર્શન કરી શકે તે માટે મૂર્તિ બિરાજમાન છે ત્યાં દર્શન કરવા માટે બીહાર, પંજાબ, મહારાષ્ટ્ર,ગુજરાત અને દેશના અન્ય રાજ્યોમાંથી ભકતોનો અવિરત પ્રવાહ આવી રહ્યો છે.


