- રાજ્યમાં ગરમીના પ્રકોપમાં આંશિક રાહત
- અમરેલીમાં 38.6, કેશોદમાં 37 ડિગ્રી તાપમાન
- અમદાવાદમાં 36.8 ડીગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ગરમીના પ્રકોપમાં આંશિક રાહત મળી છે. જેમાં અમરેલીમાં 38.6, કેશોદમાં 37 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ અમદાવાદમાં 36.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે ડીસા, ગાંધીનગર અને સુરતમાં 36 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ વડોદરા અને ભુજમાં 37.2 ડિગ્રી તાપમાન છે.
ગરમીના પ્રકોપમાં થોડી રાહત મળી છે
ગરમીના પ્રકોપમાં થોડી રાહત મળી છે. જેમાં વિવિધ શહેરોના તાપમાનમાં ઘટાડો થયો છે. જેમાં સામાન્ય કરતા 1.5 ડિગ્રી ઓછું તાપમાન રહ્યું છે. નલિયામાં 32.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં માર્ચ મહિનામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઇ ગયો હતો. જોકે, છેલ્લા ચાર દિવસથી અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં તાપમાન એકથી બે ડિગ્રી ગગડી પણ રહ્યુ છે.
એપ્રિલમાં પ્રી-મોન્સુન એક્ટિવિટી પણ થશે તેમ જણાવ્યુ
આજથી શરૂ થતા એપ્રિલ મહિના માટે રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, એપ્રિલ મહિનામાં વારંવાર વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. જેની અસર ગુજરાતના હવામાન પર જોવા મળશે. એપ્રિલમાં પ્રી-મોન્સુન એક્ટિવિટી પણ થશે તેમ જણાવ્યુ છે.


