- અમેરિકાએ ભારતના લોકતંત્રને લઈને આપ્યું મહત્ત્વનું નિવેદન
- વિશ્વમાં એવા ઓછા દેશ છે જ્યાં ભારતથી વધુ જીવંત લોકતંત્ર છે
- વ્હાઈટ હાઉસે પીએમ મોદીના નેતૃત્વનો આભાર માન્યો
જગત જમાદાર અમેરિકી રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય એવા વ્હાઈટ હાઉસે મતાધિકારના ઉપયોગ કરવા માટે ભારતના લોકોના વખાણ કર્યા છે. વિશ્વમાં ભારત જેવું જીવંત લોકતંત્ર ખૂબ ઓછું છે. વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સંચાર સલાહકાર જોન કિર્બીએ વોશિંગ્ટનમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને આમાં ભારતને લઈ સત્તાવાર નિવેદન આપ્યું હતું. વિશ્વમાં આવા દેશ વધુ નથી જ્યાં ભારતથી વધુ જીવંત લોકતંત્ર હોય. અમે મતાધિકારના ઉપયોગ કરવા અને સરકારની પસંદગી માટે ભારતના લોકોની પ્રશંસા કરીએ છીએ. અમે તેમને શુભકામના પાઠવીએ છીએ.
ભારત અને અમેરિકાના સંબંધ વધુ સારા
વ્હાઈટ હાઉસમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સંચાર સલાહકાર જોન કિર્બીએ જણાવ્યું કે, ભારતમાં અત્યાર લોકસભા ચૂંટણી પૂરજોશમાં ચાલી રહી છે. તેમને ચૂંટણીને લઈ સવાલ પણ કર્યો હતો. જેના હેઠળ 96 કરોડ 90 લાખથી વધુ લોકો, 2,660 નોંધણી કરાયેલ રાજનીતિક પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા હજારો ઉમેદવારોમાંથી 545 સાંસદોની ચૂંટણી માટે 10 લાખ મતદાન કેન્દ્રો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. તેમને અન્ય સવાલના જવાબમાં જણાવ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના વહીવટી કરીને ગત ત્રણ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં ભારત અને અમેરિકાના સંબંધો વધુ મજબૂત બન્યા છે.
અમેરિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વનો આભાર માન્યો
અમેરિકાના વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સમાં વધુમાં કિર્બીએ જણાવ્યું કે, ભારત સાથે અમારો સંબંધ ખૂબ નજીકનો છે, જે સતત ઘનિષ્ઠ થઈ રહ્યો છે. ખૂબ જ સક્રિય ભાગીદારી છે અને અમે પીએમ મોદીના નેતૃત્વના ખૂબ આભારી છીએ. જ્યારે તેમને પૂછાયું કે શું રાષ્ટ્રપતિ બાઈડેનનું માનવું છે કે ભારત અને જાપાન વિદેશી નાગરિકો સાથે દ્વેષ કરનારા દેશ છે, તે તેમને નામાં જવાબ આપ્યો હતો. અને કહ્યું કે રાષ્ટ્રપતિએ જ્યારે આ સંબંધમાં નિવેદન આપ્યું ત્યારે તે એક વ્યાપક બિંદુ પર વાત હતી. તેમને છેલ્લે જણાવ્યું કે અમેરિકામાં ભાગીદારીને લઈ એક વ્યાપક બાઈડેને વાત રાખી હતી.
જો બાઈડેને ભારત અને જાપાન મુદ્દે શું પ્રતિક્રિયા આપી?
જગત જમાદાર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને તાજેતરમાં એક કાર્યક્રમમાં જણાવ્યું કે આપ સૌ જાણતા હશો કે આપણી અર્થવ્યવસ્થા મજબૂત થવાનું કારણ બીજા ઘણાં લોકો છે. કારણ કે અમે પ્રવાસીઓનું સ્વાગત કરીએ છીએ. આ અંગે વિચારો. ચીન આર્થિક રીતે આટલું શા માટે ખરાબ રહ્યું. જાપાનને શા માટે મુશ્કેલી થઈ રહી છે. રશિયાને સમસ્યા શું થઈ રહી છે. ભારતને શું તકલીફ છે. કારણ કે તેમને વિદેશીથી દ્વેષ છે. તેઓ પ્રવાસીઓને નથી પસંદ કરતા.


