- અમેરિકાની મોટી કંપનીઓએ ગ્રીન કાર્ડ અરજીઓ રોકી દીધી
- પીઈઆરએમ એપ્લિકેશનને આગામી વર્ષ સુધી રોકી દેવામાં આવી
- દેશમાં નોકરી મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
જો તમે વિદેશમાં રહેવાનું સપનું જોઈ રહ્યા હોવ તો તમારી માટે આ સપનું તૂટી જશે. મોટી-મોટી કંપનીઓએ અમેરિકી ગ્રીન એપ્લિકેશન રોકી દીધી છે. અમેરિકાની સરકાર દ્વારા એવા પ્રવાસીઓને ગ્રીન કાર્ડ આપવમાં આવે છે જે અમેરિકામાં રહીને નોકરી કરતા હોય છે. આ બધુ પોઈન્ટમાં જાણો એપ્લિકેશન રોકવાનો નિર્ણય શા માટે લીધો ?
તમને જણાવી દઈએ કે ગૂગલ અને એમેઝોન બંને કંપનીઓએ પ્રોગ્રામ ઈલેકટ્રોનિક રિવ્યૂ મેનેજમેન્ટ એટલે કે પીઈઆરએમ એપ્લિકેશનને આગામી વર્ષ સુધી રોકી દેવામાં આવી છે. પીઈઆરએમનું નિરીક્ષણ અમેરિકાનું શ્રમ વિભાગ કરે છે અને પરમેનન્ટ લેબર સર્ટિફિકેટ લેવામાં મોટું પગલું છે. આ ઘણીવાર ગ્રીન કાર્ડ મેળવતા પહેલા હોય છે.
કંપનીની નીતિઓ અને છટણી
એમેઝોને આંતરિક રીતે ઓપરેશનલ પડકારોને ટાંકીને આ વર્ષની શરૂઆતમાં 2024 માટે તમામ PERM ફાઇલિંગ અટકાવવાના નિર્ણયની જાહેરાત કરી હતી. તેવી જ રીતે, 12,000 કર્મચારીઓને અસર કરતી છટણી વચ્ચે ગૂગલે પણ જાન્યુઆરી 2023 માં તેની PERM એપ્લિકેશનને સસ્પેન્ડ કરી હતી. જો કે, 2025 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આ પ્રક્રિયા ફરીથી શરૂ કરવાનું આયોજન છે.
વિદેશમાં કામ કરતા લોકો પર અસર
PERM અરજીઓ રોકવાથી વિદેશી કામદારો પર ભારે અસર પડે છે. ખાસ કરીને ટેકનિકલ સેક્ટરના લોકો માટે મુશ્કેલીઓ વધે છે જેઓ અમેરિકામાં નોકરી કરવા ઈચ્છે છે. પ્રક્રિયા પર પ્રતિબંધના કારણે વિદેશી ઉમેદવારોને દેશમાં નોકરી મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
ભવિષ્યમાં આની અસર
વર્તમાન ઈમિગ્રેશ સિસ્ટમના બેકલોગ અને વિઘ્નને દૂર કરવા માટે સુધારાઓ વગર ગ્રીન કાર્ડ માટે વેટિંગ પીરિયડ યથાવત્ રહેવાની આશા છે. આનાથી અમેરિકી રોજગારની તકોની વધુ માંગ ધરાવતા દેશોના સ્કિલ્ડ વર્કર્સ પર વધુ અસર પડશે.
ભારતીય લોકો સામે પડકાર
ચીન, ફિલિપાઈન્સ ઉપરાંત ભારતના હાઈલી સ્કિલ્ડ પ્રોફેશનલ્સને વાર્ષિક ક્વોટાને લીધે ગ્રીન કાર્ડ એપ્રુવલ માટે ઘણો લાંબો સમસ સુધી વાટ જોવી પડે છે. ઘરના અન્ય સભ્યો સહિત 12 લાખ કરતાં વધુ ભારતીય બેકલોગમાં ફસાયેલા છે. જે હાલના ઈમિગ્રેશન સિસ્ટમ પર દબાણ કરે છે.


