- અમેરિકાના ઓકલાહોમામાં ભારતીય મેનેજરની બે દિવસ પહેલા હત્યા થઈ હતી
- નજીવા મુદ્દે તકરાર બાદ આરોપીએ મોં પર મુક્કો મારતા મેનેજરનું મોત થયું હતું
- પોલીસે સીસીટીવીની મદદથી આરોપીઓને ઝડપી લઈ જેલમાં ધકેલી દીધો
અમેરિકાથી એક મોટા સમાચાર આવ્યા છે. અહીના ઓકલાહોમામાં એક ભારતીય-અમેરિકી મોટલ મેનેજરની હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરીને કેસ ઉકેલી લીધો છે. મળતી માહિતી અનુસાર, ભારતીય અમેરિકી મોટલ મેનેજરનું નામ હેમંત મિસ્ત્રી છે. હેમંત મિસ્ત્રીની કોઈ વાતને લઈ એક શખ્સ સાથે ઘર્ષણ થયું જે બાદ આરોપીએ તેના મોં પર ફેંટ મારતા એનું મોત થયું હતું.
મોટેલ પાર્કિંગમાં બોલાચાલી બાદ હત્યા થઈ હતી
મળતી માહિતી અનુસાર, ભારતીય અમેરિકન મોટેલ મેનેજર હેમંત મિસ્ત્રીનું આ સપ્તાહના અંતમાં ઓક્લાહોમામાં મોટેલ પાર્કિંગમાં કોઈ અજાણી વ્યક્તિ દ્વારા મુક્કો માર્યા બાદ દુઃખદ અવસાન થયું હતું. હેમંત 59 વર્ષનો હતો અને એક મોટેલનો મેનેજર હતો. શનિવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ I-40 અને મેરિડિયન એવન્યુ નજીકના મોટેલ પાર્કિંગમાં તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને બાદમાં તેનું સ્થાનિક હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. તે જ સમયે, આ કેસમાં, ઓક્લાહોમા પોલીસે હુમલાખોર, 41 વર્ષીય રિચર્ડ લુઇસની ધરપકડ કરી હતી.
સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો
નોંધનીય છે કે આનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ભારતીય અમેરિકન, 59 વર્ષીય મોટેલ મેનેજર હેમંત મિસ્ત્રી અને આરોપીઓ દલીલ કરતા જોવા મળે છે. આ પછી વ્યક્તિએ મિકેનિકને મુક્કો માર્યો જેના કારણે તે બેભાન થઈ ગયો. ત્યારબાદ પીડિતને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું. જો કે પોલીસે કેસ નોંધી હત્યાના આરોપીને શોધવા આકાશ-પાતાળ એક કર્યા હતા.


