- ધારી ગીરના મોરજર ગામે સિંહોની લટાર
- શિકારની શોધમાં સિંહોની ગામમાં લટાર
- સિંહોની લટાર સીસીટીવી કેમેરામાં કેદ
અમરેલી જિલ્લામાં ચોમાસાની ઋતુમાં સિંહો ગામડા તરફ આવતા વધુ જોવા મળે છે. ધારી ગીરના મોરજર ગામે ત્રણ સિંહોએ લટાર મારતા જોવા મળ્યા હતા. સતત ત્રીજા દિવસે સિંહો શિકારના શોધમાં મોરજર ગામે જોવા મળ્યા હતા. શિકારની શોધમાં લટાર મારતા 3 સિંહો સીસીટીવીમાં કેદ થયા હતા.
સિંહોએ આખલા પાછળ લગાવી દોડ લગાવી
આખલા પાછળ સિંહોની લગાવેલી દોડ થઈ મોબાઈલ કેમેરામાં કેદ થઈ હતી. શિકાર માટે 3 સિંહોની આખલા પાછળની દોડ નિષ્ફળ સાબિત થઈ હતી. ગત રાતની ઘટનાના સીસીટીવી સોશીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
ભાવનગર-સોમનાથ હાઇવે પર સિંહની લટાર
અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ વિસ્તારમાંથી પસાર થતા ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક રાત્રીના સમયે સિંહ હાઇવે જોખમી રીતે ક્રોસ કરતા વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા.
નેશનલ હાઇવે ઉપર વારંવાર સિંહો માર્ગ ક્રોસ કરવાની ઘટનાઓ બની રહી છે, 24 કલાક ભારે વાહનો અવર જવર કરતા હોય છે ત્યારે સિંહોની સુરક્ષા વધારવી જરૂરી છે. અગાઉ સિંહ બાળ અને સિંહ પરિવાર સાથે રોડ ઉપર આવી જવાની ઘટના બની હતી. વારંવાર સિંહો રોડ ક્રોસ કરવાની ઘટનાઓ બની રહી છે. રાત્રીના સમયે અને વહેલી સવારે સિંહો ખુલ્લા વિસ્તારમાં વધુ પડતા આવી જાય છે. થોડા સમય પહેલા કાગવદર ગામ નજીકનો વધુ એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા સિંહપ્રેમીઓમા ચિંતા જોવા મળી છે.
અનેક વિસ્તારોમાં સિંહો રોડ ક્રોસ કરતા જોવા મળ્યા
રાજુલાના ચારનાળાથી ઉના તરફ જતા હાઇવે પર, કાગવદર, નાગેશ્રી, બાલાનીવાવ, હેમાલ અને ટીંબી સુધીના ગામડાઓ નજીક સિંહો રોડ ક્રોસ કરવાની ઘટના વધુ સામે આવે છે. આ ઉપરાંત રાજુલાથી મહુવા રોડ વચ્ચે નીંગાળા, કડીયાળી અને મજાદર આસપાસના હાઇવે ઉપર પણ સિંહો રોડ ક્રોસ કરી રહ્યા છે.