- નવરાત્રીના પર્વ પર બસ સેવા કરવામાં આવી રહી છે
- ભદ્રકાળી મંદિરથી ગાંધીરોડ,રિલીફ રોડ જઈ શકશે મુસાફરો
- અગાઉ AMTSની મીની બસ અહીંયા ચાલતી હતી
અમદાવાદના શહેરીજનોએ નગરદેવીના દર્શન કરવા હવે સરળ બનશે. જેમાં નગરદેવીના દ્વારથી AMTS બસ સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે. જેને મેયર દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે. છેલ્લા ઘણાં સમયથી શહેરના કોર્ટ વિસ્તારમાં ફરી AMTS બસ બંધ કરવામાં આવી હતી. જેમાં ટ્રાફિકની સમસ્યાના કારણે બસ સેવા બંધ કરવામાં આવી હતી.
AMTS દ્વારા શહેરના લાલ દરવાજા વિસ્તારમાં પાંચમા નોરતેથી ભદ્રકાળી મંદિરથી ગાંધી રોડ થઈ કાલુપુર અને કાલુપુર થી પરત ભદ્રકાળી મંદિર સુધી AMTS બસ ‘બાલા હનુમાન એક્સપ્રેસ’નો સરક્યુલર રૂટ ફરી એકવાર શરૂ કરવામાં આવશે. આવતીકાલે સવારે 9.15 કલાકે આ બસ રૂટનો પ્રારંભ કરાશે. જોકે આ બસના રૂટ ઉપર ભદ્રકાળી મંદિર, ત્રણ દરવાજા અને ગાંધી રોડ ઉપર મોટી સંખ્યામાં પાથરણા સહિત મોટી સંખ્યામાં દબાણ અને પાર્કિંગને કારણે બસને પસાર થવામાં મુશ્કેલી પડશે.
નોંધનીય છે કે, અગાઉ આ બસ સેવા શરૂ કરવામાં આવી હતી. પરંતુ આવા દબાણો અને ટ્રાફિકના પ્રશ્નોને કારણે આ બસને બંધ કરી દેવામાં આવી હતી. હવે ફરી એકવાર બસ શરૂ કરવામાં આવનાર છે ત્યારે રોડ પર વાહનો લારી-ગલ્લા અને પાથરણાવાળાને કારણે ટ્રાફિકની સમસ્યા જોવા મળતી કે હોવાથી આ રૂટ પર ઘણી મુશ્કેલી ઊભી થઈ શકે છે.
અમદાવાદમાં લાંબા સમયથી કોર્ટ વિસ્તારમાં સામાન્ય વ્હીકલ માટે ગાડી ચલાવવી મુશ્કેલ છે. ત્યારે . આ બસ રૂટ પર ત્રણ દરવાજાથી પાનકોર નાકા સુધી બંન્ને તરફ ઓન સ્ટ્રીટ વાહન પાર્કિંગ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે.