- ઉત્તર-પશ્ચિમ ચીનના પર્વતીય વિસ્તારોમાં ભૂકંપ
- ક્વિંઘાઈના ગાન્સુની જીશિશાન કાઉન્ટીમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ
- ભૂકંપના કારણે અનેક મકાનો ધરાશાયી થતા લોકોને હાલાકી
ઉત્તર-પશ્ચિમ ચીનના પર્વતીય વિસ્તારોમાં આવેલા ભૂકંપના કારણે મકાનો કાટમાળમાં આવી ગયા હતા. અધિકારીઓએ મંગળવારે માહિતી આપી હતી કે, 9 વર્ષમાં દેશના સૌથી ભયંકર ભૂકંપમાં 131 લોકોના મોત થયા હતા. અગાઉ સોમવારેની મધ્યરાત્રિ પહેલા 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 700 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
સ્થાનિક અધિકારીના જણાવ્યા અનુસાર સોમવારે મધ્યરાત્રિ પહેલા 6.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 700 થી વધુ લોકો ઘાયલ થયા હતા, રસ્તાઓને નુકસાન થયું હતું અને ગાંસુ અને કિંગહાઈ પ્રાંતમાં પાવર અને કોમ્યુનિકેશન લાઈનો તૂટી ગઈ હતી. ધરતીકંપના આંચકાને કારણે ઘરે પરત ફરતા ડરતા તેણે પ્રથમ રાત તેની પત્ની, બે બાળકો અને કેટલાક પડોશીઓ સાથે ખેતરમાં વિતાવી હતી. ચિનના અર્થક્વેક નેટવર્ક સેન્ટરે જણાવ્યું હતું કે ભૂકંપ ક્વિંઘાઈના ગાન્સુની જીશિશાન કાઉન્ટીમાં 10 કિલોમીટર દુર કેન્દ્રબિંદુ નોંધાયું હતું
US જીઓલોજિકલ સર્વેએ ભૂકંપની તીવ્રતા 5.9 નોંધાઇ
સ્થાનિક તંત્ર દ્વારા જણાવ્યું હતું કે, પ્રાંતમાં ગાંસુમાં 113 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે અને 536 અન્ય લોકો ઘાયલ થયા છે. CCTV એ બુધવારે સવારે એક અપડેટમાં જણાવ્યું હતું કે, ભૂકંપના કેન્દ્રની ઉત્તરે કિંઘાઈમાં અન્ય 18 લોકો માર્યા ગયા હતા અને 198 ઘાયલ થયા હતા


