- માંડલમાં શ્રી રામાનંદ આંખની હોસ્પિટલની બેદરકારી
- વધુ 3 દર્દીઓને અસારવા આંખની હોસ્પિટલ ખસેડાયા
- મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓની દ્રષ્ટિ ઓછી થઈ
માંડલમાં શ્રી રામાનંદ આંખની હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. જેમાં વધુ 3 દર્દીઓને અસારવા આંખની હોસ્પિટલ ખસેડાયા છે. મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓની દ્રષ્ટિ ઓછી થઈ હતી. હજુ દર્દીઓની સંખ્યા વધવાની શકયતા છે.
બે દિવસ પહેલા 17 દર્દી અને ગતરોજ 3 દર્દી લવાયા હતા
બે દિવસ પહેલા 17 દર્દી અને ગતરોજ 3 દર્દી લવાયા હતા. ત્યારે અસારવા આંખની હોસ્પિટલમાં કુલ 20 દર્દી સારવાર હેઠળ છે. માંડલના અંધાપાકાંડમાં સૌથી મોટો ખુલાસો થયો છે. તેમાં આરોગ્ય વિભાગની તપાસ કમિટીએ પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો છે. ઓપરેશન થિયેટરમાં નિયમનું પાલન ન થતું હોવાનો ખુલાસો થયો છે. હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓનો અભાવ હોવાનો ઉલ્લેખ છે. તેમજ હોસ્પિટલમાં જરૂરી સ્ટાફની અછત હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ થયો છે.
ફાઇનલ રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે
ફાઇનલ રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે. માંડલ હોસ્પિટલ વિવાદ મામલે વધુ 3 દર્દીને આંખની હોસ્પિટલ લવાયા છે. જેમાં અસારવા આંખની હોસ્પિટલમાં કુલ 20 દર્દી સારવાર હેઠળ છે. તેમજ હજુ દર્દીની સંખ્યા વધવાની શકયતા છે. માંડલ ખાતે મોકલેલી ટિમ બાદ દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બે દિવસ પહેલા 17 દર્દી અને ગતરોજ 3 દર્દી લવાયા હતા.


