- જાહેર માર્ગો, શેરીઓ, બજારોમાં રખડતા પશુઓને પકડીને ઢોર ડબ્બામા પુરી દેવામાં આવશે
- સ્પેશીયલ ડ્રાઇવ યોજીને ઢોર પકડવાની ઝુંબેશ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ ધરાશે
- વાહનચાલકોને પશુઓ દ્વારા અકસ્માત સર્જવાની ઘટનાઓ પણ સમયાંતરે ઉજાગર થઇ રહી છે
આણંદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુઓનો આતંક વધ્યો હોઇ રાહદારીઓને અડફેડે ચઢાવવાના કે શિૅંગડે ભરાવવીને અકસ્માત સર્જાવાના બનાવો સમયાંતરે સર્જાતા રહે છે.ત્યારે આણંદ પાલિકાના ચીફ ઓફિસર એસ.કે.ગરવાલના વડપણ હેઠળ અધિકારીઓની 20 ટીમ દ્વારા આજે મંગળવારથી સ્પેશીયલ ડ્રાઇવ યોજીને ઢોર પકડવાની ઝુંબેશ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ ધરાશે. જેમાં જાહેર માર્ગો, શેરીઓ, બજારોમાં રખડતા પશુઓડીને ઢોર ડબ્બામા પુરવામા આવશે.
આણંદમાં રખડતા પશુઓની સમસ્યા દિન પ્રતિદીન વિકટ બની રહી હોઇ સમયાંતરે નાગરિકોને શિૅગડે ભરાવીને ઇજાગ્રસ્ત કરવાના બનાવો ઉપરાંત વાહનચાલકોને અવરોધરૂપ બનીને પશુઓ દ્વારા અકસ્માત સર્જવાની ઘટનાઓ પણ સમયાંતરે ઉજાગર થઇ રહી છે. જેમા રખડતા ઢોરના કારણે સ્કુલે જતા નાના ભુલકાઓ, વયોવૃદ્ધો, બિમાર દર્દીઓ, પ્રસુતા મહિલાઓ કે સામાન્ય નાગરિકોને ભારે હાલાકી વર્તાઇ રહેવા રહિત રખ.ડતા પશુઓની દહેશત પ્રવર્તી રહે છે. ત્યારે આણંદ પાલિકાના ચીફ ઓફિસર એસ.કે.ગરવાલના માર્ગદર્શન હેઠળ પાલિકાના જુદા-જુદા વિભાગના 20 અધિકારીઓની ટીમ દ્વારા આજે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરાશે. જેમા જાહેર માર્ગ ઉપર, મુખ્ય બજારો, શેરી-સોસાયટીઓ, રહેણાંક સ્થળો, ટ્રાફિકની ધમધમતા વિસ્તારોમાં માર્ગ ઉપર આડેધડ રખડતા કે વિશ્રામ કરતા, રાહદારીઓ, વાહનચાલકો માટે જોખમી, ટ્રાફિકને અડચણરૂપ ગાય, ભેંસ, ગદર્ભ સહિતના ઢોરને તબક્કાવાર ઝડપી લઇને તેઓને ઢોરડબ્બામાં પુરવામા આવશે. સાથોસાથ આગામી દિવસોમાં ઝુંબેશ સખ્ત બનાવી આડેધડ રખડતા પશુઓને ડબ્બામા પુરવાની કામગીરી વધુ સઘન બનાવવામા આવશે.