- લગ્નને લઈને ગામમાં રાખવામાં આવી હતી ઇવેન્ટ
- ગ્રામજનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું
- ગ્રામજનો સાથે તેમણે કરી મુલાકાત
જામનગરના નવાણીયા ગામે અનંત અંબાણી પહોંચ્યા છે. જેમાં ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતુ. તેમના લગ્નને લઈને ગામમાં ઇવેન્ટ રાખવામાં આવી હતી. જેમાં ગ્રામજનો સાથે તેમને મુલાકાત કરી હતી. જેમાં વૈભવી કારના કાફલા સાથે અનંત અંબાણી ગામમાં પહોંચ્યા હતા.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફન્કશન શરૂ થશે
એક દિવસ બાદ અનંત અંબાણી અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફન્કશન શરૂ થઇ રહ્યાં છે. આ વખતે આ તમામ ફન્કશન ગુજરાતના જામનગરમાં રાખવામાં આવ્યા છે, આ પ્રસંગે અહીં અત્યારથી જ મહેમાનોનો જમાવડો શરૂ થઇ ગયો છે. અનંત અંબાણી જામનગરના નવાણીયા ગામમાં પહોંચ્યા હતા, અહીં તેના આગામનની સાથે જ ગ્રામજનોએ ગ્રાન્ડ વેલકમ કર્યુ હતુ.
અનંત-રાધિકાના લગ્નની ઉજવણી લગભગ સમગ્ર દુનિયા જોશે
અનંત-રાધિકાના લગ્નની ઉજવણી લગભગ સમગ્ર દુનિયા જોશે. આ લગ્ન સમારોહમાં દેશ-વિદેશથી અનેક મોટા દિગ્ગજો અને સેલિબ્રિટીઓ જોડાશે તેવી ચર્ચા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈએ થવાના છે. જોકે તેના પહેલાં જામનગરમાં 1થી 3 માર્ચ સુધી પ્રી-વેડિંગ સમારોહ યોજાશે. જેમાં ફિલ્મ જગતના જાણીતા કલાકારો શાહરુખ ખાન, અમિતાભ બચ્ચનથી લઈને બિઝનેસ જગતની જાણીતી હસ્તીઓ પણ જોડાશે.


