શુક્રવારે જાપાન ફરી એક વાર ભૂકંપની ઝપેટમાં આવ્યું. ઉત્તરપૂર્વીય કિનારે આવેલા ધડાકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.7 નોંધાઈ હતી. હવામાન વિભાગે તરત જ સુનામીની ચેતવણી બહાર પાડી અને લોકોને સતર્ક રહેવા કહ્યું.
આ અઠવાડિય આવ્યો હતો
આ અઠવાડિયાની શરૂઆતમાં ઉત્તરીય વિસ્તારોમાં 7.5ની તીવ્રતાનો મોટા પાયે ભૂકંપ આવ્યો હતો, જેમાં પેસિફિક કિનારાઓ પર હળવું નુકસાન થયું અને સુનામીનો ભય પણ ઉભો થયો હતો.
34 લોકો ઘાયલ
સોમવારે આવેલા ભારે ભૂકંપની અસરથી 34 લોકો ઘાયલ થયા હતા. જોકે, શુક્રવારે આવેલા નવા ભૂકંપમાં અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટી હાનિના અહેવાલ મળ્યા નથી.
ભૂકંપનું કેન્દ્ર હોવાનું જણાવા મળ્યું
12 ડિસેમ્બરની સવારે આઓમોરી પ્રીફેક્ચરના પૂર્વ કિનારા નજીક ભૂકંપનું કેન્દ્ર હોવાનું જણાવા મળ્યું છે, જેના કારણે સુનામીની તાત્કાલિક ચેતવણી જાહેર કરવામાં આવી છે.


