વડોદરા શહેરમાં રફતારના રાક્ષસ બનેલા વાહનચાલકો બેકાબૂ બન્યા છે, જેના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. શહેરના માણેજા ક્રોસિંગ વિસ્તારમાં બેફામ રીતે હંકારાતી કારે એક રાહદારીને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
વડોદરામાં રફતારના રાક્ષસ બન્યા બેકાબૂ
પ્રાથમિક માહિતી મુજબ, પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે નિયંત્રણ ગુમાવીને એક રાહદારીને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રાહદારીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જોકે, ઈજાગ્રસ્ત વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
છેલ્લા 3 દિવસમાં અકસ્માતમાં 4 ના મોત
વડોદરા શહેરમાં છેલ્લા માત્ર ત્રણ દિવસમાં જ જુદા જુદા અકસ્માતોમાં કુલ 4 લોકોનાં મોત નીપજ્યાં છે. વારંવાર બનતા આ અકસ્માતો શહેરમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અને બેફામ ડ્રાઇવિંગની ગંભીરતા દર્શાવે છે. પોલીસે આ અકસ્માત સર્જીને ફરાર થયેલા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


